Not Set/ મહેસાણા : લાંઘણજ ગામ સ્થિત સ્વયંભુ શિવ મંદિરનો 40 કરોડના રૂપિયાના ખર્ચે કરશે જીર્ણોધ્ધાર

મહેસાણા મહેસાણા જીલ્લાના લાંઘણજ ગામ પાસે આવેલા તિર્થસ્થાન સમાન સ્વયંભુ શિવ મંદિરને રૂપિયા 40 કરોડના ખર્ચે નવનિર્મિત   કરવામાં આવી રહ્યું છે. આ એ જગ્યા છે જ્યાં સ્વયંભુ શિવજી પ્રગટ થયા હતા અને જ્યાં અત્યંત પવિત્ર તિર્થસ્થાન સમાન પિંપળેશ્વર મંદિરનો જીર્ણોધ્ધાર કરવામાં આવશે. આપને જણાવી દઈએ કે, આ જગ્યા પર વર્ષો પહેલાં ગાઢ જંગલમાં સ્વયંભુ શિવજી પ્રગટ થયા હતા અને એ જ પવિત્ર સ્થળ પર મંદિરનું નિર્માણ સયાજીરાવ ગાયકવાડ દ્વારા કરવામાં આવ્યું હતું, […]

Uncategorized

મહેસાણા

મહેસાણા જીલ્લાના લાંઘણજ ગામ પાસે આવેલા તિર્થસ્થાન સમાન સ્વયંભુ શિવ મંદિરને રૂપિયા 40 કરોડના ખર્ચે નવનિર્મિત   કરવામાં આવી રહ્યું છે. આ એ જગ્યા છે જ્યાં સ્વયંભુ શિવજી પ્રગટ થયા હતા અને જ્યાં અત્યંત પવિત્ર તિર્થસ્થાન સમાન પિંપળેશ્વર મંદિરનો જીર્ણોધ્ધાર કરવામાં આવશે.

આપને જણાવી દઈએ કે, આ જગ્યા પર વર્ષો પહેલાં ગાઢ જંગલમાં સ્વયંભુ શિવજી પ્રગટ થયા હતા અને એ જ પવિત્ર સ્થળ પર મંદિરનું નિર્માણ સયાજીરાવ ગાયકવાડ દ્વારા કરવામાં આવ્યું હતું, ત્યારે હવે આ મંદિરને લાંઘણજ ગામના એક જ પરિવાર દ્વારા રૂપિયા  40 કરોડના ખર્ચે વૈભવશાળી મંદિર નિર્માણ કરવાનું કાર્ય શરુ કરવામાં આવ્યું છે.

મહત્વનું છે કે, આ મંદિરને પ્રથમ જ્યોતિર્લીંગ સોમનાથ મંદિર જેવું જ મંદિર નિર્માણ કરવામાં આવશે, સાથે સાથે રાજસ્થાનમાં ગુલાબી રંગના પથ્થરોનું કલાત્મક કોતરણી કામ કરવામાં પણ કરવામાં આવશે.

પિંપળેસ્વર મંદિર એક તિર્થસ્થાન અને પ્રવાસન સ્થળ ઉપરાંત સાધના કરવાનું સ્થળ બની રહ્યું છે, શિવ મંદિરની મુખ્ય વાત એ છે કે, આ મંદિરમાં શિવલિંગ નથી પણ પાતાળ સુધી જળાધારી છે. જેનું રહસ્ય આજ દીન સુધી કોઈ જાણી શક્યું નથી.

લાંઘણજ ગામના કરોપતિ બિલ્ડર પરિવારે દ્રઢ નિર્દાર વ્યક્ત કર્યો હતો, જે મંદિરને ભવ્યાતિભવ્ય બનાવવા માટે જીર્ણોધ્દાર કરવામાં આવી રહ્યો છે. રાજસ્તાનના પહાડમાં મળતા ગુલાબી રંગના પથ્થરોની કોતરણી કરવામાં આવી રહી છે તેમજ ભવ્યાતિભવ્ય અને આકર્ષક કલાત્મક કોતરણીથી મંદિર સુશોભિત કરવામાં આવશે.