WHO/ ભારતમાં ધાર્મિક અને રાજકીય ઈવેન્ટ પણ કોરોના કેસ વધવા માટે જવાબદાર

ભારતમાં કોરોના કેસ સતત  વધતા  જોવા મળી  રહ્યા છે ત્યારે આ વધતા જતા કેસો  પાછળ અનેક કારણો હોઈ શકે છે. જેમાં  વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન અનુસાર રાજકીય અને ધાર્મિક કાર્યક્રમોને પણ મુખ્ય કારણ તરીકે ગણવામાં આવ્યા છે .જેમાં  સંસ્થાએ કહ્યું છે કે ભારતની કોવિડ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, પાડોશી દેશોમાં પણ ચિંતાનો દોર વધી રહ્યો છે. આનાથી  […]

India
Untitled 145 ભારતમાં ધાર્મિક અને રાજકીય ઈવેન્ટ પણ કોરોના કેસ વધવા માટે જવાબદાર

ભારતમાં કોરોના કેસ સતત  વધતા  જોવા મળી  રહ્યા છે ત્યારે આ વધતા જતા કેસો  પાછળ અનેક કારણો હોઈ શકે છે. જેમાં  વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન અનુસાર રાજકીય અને ધાર્મિક કાર્યક્રમોને પણ મુખ્ય કારણ તરીકે ગણવામાં આવ્યા છે .જેમાં  સંસ્થાએ કહ્યું છે કે ભારતની કોવિડ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, પાડોશી દેશોમાં પણ ચિંતાનો દોર વધી રહ્યો છે. આનાથી  દેશો સહિત આંતરરાષ્ટ્રીય સંસ્થાઓની ચિંતા વધી ગઈ છે.

WHOએ બુધવારે પ્રકાશિત મહામારી સંબંધિત પોતાના સાપ્તાહિક COVID-19 અપડેટમાં કહ્યું કે, કોરોના વાયરસના B.1.617 વેરિએન્ટનો સૌથી પ્રથમ કેસ ઓક્ટોબર 2020માં સામે આવ્યો હતો. તે ઉપરાંત, ભારતમાં COVID-19ના વધતા કેસો અને મોતોએ વાયરસના B.1.617 વેરિએન્ટ સહિત બાકી સ્વરૂપોની સંભવિત ભૂમિકાને લઈને પ્રશ્ન ઉભા કર્યા છે.