ક્યારે એવુ બનતુ હોય છે કે આપણા સુંદર નવા ટી-સેટ પર ચા અને કોફીના દાઘ પડી જતા હોય છે. અને આપણે એ ટી-સેટને બદલી નાખતા હોય છે. પણ આવો ખર્ચો કરવા કરતા તમે આ કિચન ટીપ્સનો ઉપયોગ કરીને તમે દાઘને કાઢી શકો છો. આ કિચન ટીપ્સ એટલી આસાન પણ નથી. પરંતુ આ ટીપ્સનો ઉપયોગ કરીને તમારા નવા કપ અને ટી-સેટ પર પહેલા જેવી ચમક લાવી શકે છે.
ચાના કપ નીચે લાલ રંગના નિશાન ચા-કોફીમાં રહેલા ટેટિનના કારણે હોય છે. આ દાઘ ખૂબ જ ઘાટા હોય છે. આ દાઘને સામાન્ય રીતે નિકાળવાથી તે નિકળતા નથી. જો ચા પીધા બાદ કપને ઘોવામાં ન આવે તો ઘીરે ઘીરે તેમાં દાઘ લાગી જાય છે. જો તમે પણ આ દાઘને આસાનીથી નિકાળવા માગો છો તો આ કિચન ટીપ્સનો ઉપયોગ કરો.
બ્રેકિંગ સોડા
ચાના દાઘ કાઢવા માટે બ્રેકિંગ સોડાનો ઉપયોગ કરો. જો તમારા નવા અને સુંદર રંગના કપને પણ ચાના દાઘ લાગ્યા છે તો આ કિચન ટીપ્સ તમને કામ લાગી શકે છે. સૌ પ્રથમ એક કાપડને બ્રેકિંગ સોડાથી ઘોઇ લો અને કાપડ વડે કપને સાફ કરો. આ કરવાથી તમારો કપ પહેલા જેવો થઇ જશે.
મીઠુ
એક જ કપમાં લાંબા સમય સુધી ચા પીવાથી કપ અંદર લાલ રંગની રીંગ બની જતી હોય છે. જે સામાન્ય રીતે ઘોવાથી આ નીકળતુ નથી. તમે મીઠાનો ઉપયોગ કરીને નીકાળી શકો છો.
વાઇટ વીનેગર
ચાની સાથે કપમાં દાઘ પણ લાગી જતા હોય છે. આ સ્થિતિમાં તમે વાઇટ વીનેગરનો ઉપયોગ પણ કરી શકો છો. તમે વાસણમાં વીનેગર ગરમ કરીને ચાના કપમાં નાખો. થોડા સમય પછી લિક્વીડ ડિસવોસ વડે કપને ઘોઇ શકો છો.
લિંબૂ
લિંબૂની મદદથી તમે કપ પર લાગેલા દાઘને નિકાળી શકો છો. સૌપ્રથમ લિંબૂને વચ્ચેથી કાપો અને તેના પર મીઠુ નાખીને કપ પર ધસો. આ કરવાથી કપ પર લાગેલા દાધ આરામથી નિકળી શકે છે.
આ પણ વાંચો:જમ્મુ-કાશ્મીરની અનંતનાગ-રાજૌરીની લોકસભા બેઠકની ચૂંટણીની તારીખોમાં કરાયો ફેરફાર
આ પણ વાંચો:હેમંત સોરેનની જમાનત અરજી પર આજે PMLA કોર્ટમાં થશે સુનાવણી, જમીન કૌભાંડ કેસ સંબંધિત વિવાદ
આ પણ વાંચો:બંનેમા વાસના હતી, પરંતુ માત્ર છોકરો બલિનો બકરો બન્યો,POCSO કેસમાં હાઈકોર્ટે આ શું કહ્યું ?