Election/ રેશમા પટેલની BJP ના ઉદય કાનગડ સાથે થઈ ઉગ્ર બોલાચાલી, ટીંગાટોળી કરી કાઢવામાં આવ્યા બહાર

હેરના વોર્ડ નં.13 માં ઉમેદવારોના ફોર્મ ભરતી વખતે મેન્ડેટ મામલે ઉદય કાનગડ અને રેશ્મા પટેલ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઇ હતી. જે બાદ અધિક કલેકટરની ચેમ્બરમાંથી રેશ્મા પટેલની ટીંગાટોળી કરી બહાર કાઢવામાં આવ્યા.  

Top Stories Rajkot Gujarat
a 43 રેશમા પટેલની BJP ના ઉદય કાનગડ સાથે થઈ ઉગ્ર બોલાચાલી, ટીંગાટોળી કરી કાઢવામાં આવ્યા બહાર

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ ભાજપ દ્વારા આજે વિજય મુહૂર્તમાં ફોર્મ ભરવાની શરૂઆત કરવામાં આવી છે. ત્યારે રાજકોટમાં જૂની કલેકટર કચેરીથી બબાલનો મામલો સામે આવ્યો છે. ઉમેદવારી ફોર્મ ભર્તી વખતે એનસીપી નેતા રેશ્મા પટેલ અને ઉદય કાનગડ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઇ હોવાનું સામે આવ્યું છે.

રાજકોટ કલેક્ટર કચેરી ખાતે આજે ફોર્મ ભરવા માટે ઉમેદવારો ઉમટી પડ્યા હતા. ભાજપના લિસ્ટ મુજબ આજે ભાજપી ઉમેદવારો પણ વિજય મુહૂર્તમાં ફોર્મ ભરવા માટે આવી પહોંચ્યા હતા. પણ ફોર્મ ભરતાં સમયે એનસીપીના રેશ્મા પટેલ અને ભાજપના ઉદય કાનગડ વચ્ચે કલેક્ટર કચેરીની અંદર જ બોલાચાલી થઈ ગઈ હતી. જોતજોતામાં રેશ્માએ પિત્તો ગુમાવી દીધો હતો.

આપને જણાવી દઈએ કે, શહેરના વોર્ડ નં.13 માં ઉમેદવારોના ફોર્મ ભરતી વખતે મેન્ડેટ મામલે ઉદય કાનગડ અને રેશ્મા પટેલ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઇ હતી. જે બાદ અધિક કલેકટરની ચેમ્બરમાંથી રેશ્મા પટેલની ટીંગાટોળી કરી બહાર કાઢવામાં આવ્યા.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ 

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છેત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેઆ સમયે કોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો