Political/ સુરત શહેર કોંગ્રેસમાં વધુ એક કમઠાણ, કોંગ્રેસ મહામંત્રી જીજ્ઞેશ મેવાસાનું રાજીનામુ

સુરત શહેર કોંગ્રેસમાં વધુ એક કમઠાણ, કોંગ્રેસ મહામંત્રી જીજ્ઞેશ મેવાસાનું રાજીનામુ

Gujarat Surat
મોદી 2 સુરત શહેર કોંગ્રેસમાં વધુ એક કમઠાણ, કોંગ્રેસ મહામંત્રી જીજ્ઞેશ મેવાસાનું રાજીનામુ
  • પાસ સમિતિનાં સમર્થનમાં આપ્યું રાજીનામુ
  • ગત વિધાનસભામાં લડ્યા હતા ચૂંટણી
  • કોંગ્રેસે પાટીદાર સમાજની અવગણના કરતા નારાજ

ગુજરાત રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ટીકીટ વહેચણી એ કોંગ્રેસણે ચૂંટણી પહેલા જ પરિણામ આપી દીધું હોય તેમ લાગી રહ્યું છે. એક પછી એક કોંગ્રેસના મિનારા ખરી રહ્યા હોય તેમ લાગે છે. અમદાવાદના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલા એ ટિકિટ ફાળવણીમાં થયેલ નારાજગી મુદ્દે કોંગ્રેસ માંથી રાજીનામું ધરી દીધું હતું. તો બીજી બાજુ સુરતમાં પણ કોંગ્રેસે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ટિકિટ વહેંચણી બાબતે પાસ અને કોંગ્રેસ આમને સામને આવી ગયા છે.

પાસ નેતાઓ સાથે કોંગ્રેસે કરેલા આવા વ્યવહારથી કોંગ્રેસમાં રહેલા પાટીદાર નેતાઓ માં નારાજગી જોવા મળી હતી જેને પગલે સુરતના કતારગામના જીગ્નેશ મેવાસા એ સુરત શહેર જિલ્લા કોંગ્રેસ માંથી મહા મંત્રી પદેથી રાજીનામું આપ્યું છે. કોંગ્રેસમાંથી એક પછી એક પાટીદારોએ છેડો ફાડતા ચૂંટણી પહેલાં જ જાણે કોંગ્રેસ  હારી ગઈ હોય તેવો માહોલ જોવા મળી રહ્યો છે. જીગ્નેશ મેવાસા બાદ હજુ પણ કોંગ્રેસના કેટલાક પાટીદાર નેતાઓ કોંગ્રેસમાંથી રાજીનામું આપી દેશે તેવી ચર્ચાઓ ચાલી રહી છે.

ઉલ્લેખનીય છે કે, સુરતમાં પાસ નેતા ધાર્મિક માલવિયાને કોંગ્રેસે આ વખતે મહાનગરપાલિકાની ચુંટણી માટે ટિકિટ આપી હતી સાથે સાથે અન્ય મજબૂત દાવેદારોને પણ ટિકિટ આપવાનું  કોંગ્રેસે વચન આપ્યું હતું. પરંતુ અંતિમ ઘડીએ  કોંગ્રેસે વચન તોડ્યું અને ધાર્મિક માલવિયાએ પણ લીલા તોરણે જાન  પછી ફરે તેમ બળદ ગાળામાં પ્રચાર કરતા કાઢેલા વરઘોડા સાથે ઉમેદવારી નોધાવ્યાં વિના પરત ફર્યા હતા.

covid19 / વિશ્વમાં 24 કલાકમાં કોરોનાના 3 લાખ 8 હજારથી વધુ નવા કેસ આવ્યા, સાત હજારથી વધુ લોકોએ ગુમાવ્યો જીવ

Political / ‘મોદી હૈ તો મૌકા લીજીયે’ -વડા પ્રધાન મોદીના ભાષણની એક લાઈન જે રહી હિટ..

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ 

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ