Not Set/ શ્રીલંકામાં રમાનારી ત્રિકોણીય શ્રેણીમાં આં ખેલાડીઓને મળી શકે છે આરામ, જુઓ

દક્ષિણ આફ્રિકાના લાંબા પ્રવાસ બાદ ભારતીય ટીમ આગામી ૬ માર્ચથી શ્રીલંકાના પ્રવાસે જવાની છે. આ પ્રવાસ દરમિયાન ભારત શ્રીલંકામાં રમાનારી ટી-૨૦ ત્રિકોણીય શ્રેણીમાં ભાગ લેવાની લેશે. આ સંપૂર્ણ ત્રિકોણીય શ્રેણીનો સત્તાવાર કાર્યક્રમ પહેલેથી જ જાહેર કરી દેવામાં આવ્યો છે. ત્યારે હવે ચાલુ સપ્તાહના અંત સુધીમાં આ ત્રિકોણીય શ્રેણી માટે ભારતીય ટીમની જાહેરાત થવાની છે. પ્રાપ્ત […]

Sports

દક્ષિણ આફ્રિકાના લાંબા પ્રવાસ બાદ ભારતીય ટીમ આગામી ૬ માર્ચથી શ્રીલંકાના પ્રવાસે જવાની છે. આ પ્રવાસ દરમિયાન ભારત શ્રીલંકામાં રમાનારી ટી-૨૦ ત્રિકોણીય શ્રેણીમાં ભાગ લેવાની લેશે. આ સંપૂર્ણ ત્રિકોણીય શ્રેણીનો સત્તાવાર કાર્યક્રમ પહેલેથી જ જાહેર કરી દેવામાં આવ્યો છે. ત્યારે હવે ચાલુ સપ્તાહના અંત સુધીમાં આ ત્રિકોણીય શ્રેણી માટે ભારતીય ટીમની જાહેરાત થવાની છે. પ્રાપ્ત માહિતી અનુસાર, ભારત આ શ્રેણીમાં ટીમના મુખ્ય ખેલાડીઓની જગ્યાએ બીજા ખેલાડીઓને સ્થાન આપી શકે છે.

મળતી માહિતી મુજબ, ભારતીય ટીમના બે ઝડપી બોલર ભુવનેશ્વર કુમાર, અને જસપ્રીત બુમરાહને ઉપરાંત કેપ્ટન વિરાટ કોહલીને પણ આરામ આપવામાં આવી શકે છે. ઝડપી બોલર ભુવનેશ્વર કુમાર, અને જસપ્રીત બુમરાહની જગ્યાએ સ્થાને જયદેવ ઉનડકટ, શાર્દુલ ઠાકુર જેવા યુવા બોલરને તક મળી શકે છે.

બીસીસીઆઈના એક ટોચના અધિકારીએ આ અંગે જણાવ્યુ હતું કે, જો કેપ્ટન કોહલી ઇચ્છે તો તેઓ આરામ લઈ શકે છે. વિરાટ કોહલીએ દક્ષિણ આફ્રિકાના પ્રવાસમાં તમામ મેચોમાં ભાગ લીધો છે. જેથી તે ઇચ્છે તો આરામની છૂટ આપવામાં આવશે. આ ઉપરાંત ભુવનેશ્વરકુમાર અને જસપ્રીત બુમરાહ પણ છેલ્લા કેટલાક સમયથી સતત રમી રહ્યા છે. નોધનીય છે કે, ભુવનેશ્વરકુમાર ટેસ્ટ અને વન-ડે શ્રેણીમાં મળીને તે ૧૦૦ ઓવર કરતા વધુ બોલિંગ કરી ચુક્યો છે. તેમજ ટી-૨૦માં પણ પ્રથમ બે મેચમાં તેણે ૭ ઓવર ફેંકી છે.  જ્યારે બુમરાહ ણ વન-ડે અને ટેસ્ટમાં મળીને ૧૫૪ ઓવર ફેંકી ચુક્યો છે. જે આંતરરાષ્ટ્રીય ક્રિકેટને જોતા ખૂબ જ વધુ પડતી છે.

મહત્વનું છે કે, ભારતીય ટીમે આગામી સત્રમાં કુલ ૩૦ વન-ડે સહિત તમામ ક્રિકેટના ફોર્મેટમાં ૬૩ આંતરરાષ્ટ્રીય મેચ રમવાની છે. આ જોતા ઝડપી બોલર ભુવનેશ્વર કુમાર અને બુમરાહની ફીટનેસ ટીમ મેનેજમેન્ટ માટે ખુબ અગત્યની છે.