Restraints/ સંયમ જરુરી છે…!! તમામ વ્યવસ્થા છતા રેલ્વે સ્ટેશન અને એરપોર્ટ તરફ બેજવાબદારોનો ધસારો

ગુજરાતભરમાં આમ તો કોરોનાનું સંક્રમણ વધ્યુ હોવાનું નોંધવામાં આવી રહ્યું છે. પાછલા 24 કલાકમાં 1400 + કેસ ગુજરાતભરમાંથી નોંધવામાં આવ્યા છે. અને જ્યાં સુધી વાત છે

Top Stories Ahmedabad Gujarat

ગુજરાતભરમાં આમ તો કોરોનાનું સંક્રમણ વધ્યુ હોવાનું નોંધવામાં આવી રહ્યું છે. પાછલા 24 કલાકમાં 1400 + કેસ ગુજરાતભરમાંથી નોંધવામાં આવ્યા છે. અને જ્યાં સુધી વાત છે ગુજરાતનાં હર્દ સમા અમદાવાદ શહેરની તો કોરોનાનાં વરવા ભૂતકાળને જોતા શહેરને સ્વસ્થ રાખવા માટે AMC દ્વારા કરફ્યું નું હથિયાર ઉઠાવવામાં આવ્યું છે, જે થી કરીને ફરજીયાત પણ લોકો પોતાનાં ઘરમાં રહે અને જાહેરમાં એક બીજાનો સંપર્ક ટળે, પરંતુ આ તો પબ્લિક છે અને આ પ્રજા જ જોકે અત્યારની અને ભૂતકાળની સ્થિતિ માટે જવાબદાર છે. તહેવારમાં જો ટોળે ન વળ્યા હોત અને સંયમ રાખ્યો હોત તો આજનો દિવસ કદાચ કરફ્યુ નો દિવસ ન હોત.

ફરી એક વખત લોકો સ્વભાવતા પોતાની ભૂલ દોહરાવી રહ્યા હોય તેવી રીતે જ્યારે અમદાવાદમાં 57 કલાકનાં કર્ફયૂનો અમલ ચાલુ છે અને તંત્ર દ્વારા સ્પષ્ટ કરી દેવામાં આવ્યું છે કે, જાહેરનામા ભંગ કરનાર સામે ગુનો નોંધાશે અને કડકતમ પગલા લેવાશે ત્યારે પણ લોકો ઘરની બહાર નીકળી પોતાની બેજવાબદારીનું પ્રદર્શન કરી રહ્યા છે. આવી જ હાલત અમદાવાદમાં એરપોર્ટ અને રેલ્વે સ્ટેશને પણ જોવામાં આવી રહી છે.

જી હા, તંત્ર દ્વારા જાહેર કરી દેવામાં આવ્યું છે કે, રેલ્વે અને વિમાનની સેવા યથાવત રહેશે અને વળી લોકોને આ સ્થળોએ આવવા-જવાની તકલિફો ન થાય માટે તેની પણ તંત્ર દ્વારા વ્યવસ્થા કરી દેવામાં આવી છે, તો પણ લોકો અમદાવાદમાં 2 દિવસ કર્ફ્યુથી ચિંતામાં જોવામાં આવી રહ્યા છે. કાલુપુર રેલવે સ્ટેશન પર લોકોની ભારે ભીડ જોવામાં આવી રહી છે. કર્ફ્યુ દરમ્યાન રેલ મુસાફરી રાબેતા મુજબ હોવા છતા અને તમામ ટ્રેનો નિયત સમય પર ચાલશે તેવી જાહેર કરી દેવામાં આવી હોવા છતા લોકો આ બને સ્થળો પર ઘસારો કરી રહ્યા છે. લોકોએ આ સમયે સયંમ જાળવવો અનિવાર્ય છે.

આપને ફરી એક વખત જણાવી દઇએ કે, રેલ્વે અને વિમાની સેવાનાં મુસાફરો માટે તંત્ર દ્વારા શુ માર્ગદર્શીકા આપવામાં આવી છે.

એરપોર્ટ

  • અમદાવાદ એરપોર્ટ કર્ફયૂ દરમ્યાન રહેશે કાર્યરત
  • એરપોર્ટ પર તમામ ફ્લાઇટ રાબેતા મુજબ
  • પ્રવાસીઓ ટિકિટ બતાવીને જઇ શકશે એરપોર્ટ
  • ટિકિટ સાથે ઓળખ પુરાવો રાખવો ફરજીયાત
  • મુસાફરોને જવા માટે મુકાઈ BRTS બસો
  • મુસાફરોને જવા માટે વિવિધ રૂટ માટે મુકાઈ BRTS બસ

રેલ્વે સ્ટેશન

  • કર્ફ્યુ દરમ્યાન રેલ મુસાફરી રાબેતા મુજબ
  • તમામ ટ્રેનો નિયત સમય પર ચાલશે
  • યાત્રિકો ટિકિટ બતાવીને પહોંચી શકશે રેલવે સ્ટેશન
  • રેલ મુસાફરો માટે તંત્ર દ્વારા કરાઈ વ્યવસ્થા
  • મુસાફરોને વિવિધ વિસ્તારોમાં ઉતારવા વિશેષ બસો
  • 40 જેટલી બસો તંત્ર દ્વારા મુકવામાં આવી