પ્રતિબંધ/ ઉદ્યોગોના ઓક્સિજન સપ્લાય પર પ્રતિબંધ

કોરોના સંક્રમણના કેસોમાં વધારો થતા મેડેકીલ ઓક્સિજનની માંગમાં ઉછાળો

India
Untitled 233 ઉદ્યોગોના ઓક્સિજન સપ્લાય પર પ્રતિબંધ

કોરોના મહામારીના કારણે દેશમાં ઓક્સિજનની માંગમાં વધારો થયો છે. ભારતમાં ઓક્સિજનની અછતના કારણે કોરોનાના અનેક દર્દીઓ મોતને ભેટ્યા છે. કેન્દ્ર સરકારે નવ મહત્વના ઉદ્યોગોને છોડીને બાકીના નાના-મોટા ઉદ્યોગોના ઓક્સિજન સપ્લાય પર પ્રતિબંધ લગાવી દીધો છે. આ નિર્ણનો અમલ આગામી 22 એપ્રીલથી કરવામાં આવશે.

કોરોના સંક્રમણના કેસોમાં વધારો થતા મેડેકીલ ઓક્સિજનની માંગમાં ઉછાળો આવ્યો છે. તેને ધ્યાનમાં લઇને કેન્દ્ર સરકારે હાઇલેવલની સમિતીની રચના કરી હતી. આ સમિતીએ સમીક્ષા કર્યા બાદ ઉદ્યોગોને ઓક્સિજન સપ્લાય પર પ્રતિબંધ રાખીને મેડિકલ ઓક્સિજનની માંગને પુર્ણ કરવાનો નિર્ણય લીધો છે.

દેશના મહત્વના નવ ઉદ્યોગોને આ નિર્ણયમાંથી બાકાત રાખવામાં આવ્યા છે. કેન્દ્ર સરકાર તરફથી દરેક રાજ્યના મુખ્ય સચીવોને પત્ર દ્ધારા જાણ કરવામાં આવી છે.