WPI Inflation In March/ ખાદ્ય ચીજવસ્તુઓના ભાવમાં ઘટાડાને કારણે માર્ચમાં છૂટક ફુગાવાનો દર ઘટીને જાણો કેટલો થયો…

શાકભાજી અને પ્રોટીનયુક્ત ઉત્પાદનોના ભાવમાં ઘટાડાને કારણે માર્ચમાં છૂટક ફુગાવો થોડો ઘટીને છ વર્ષના નીચલા સ્તરે 3.34 ટકા થયો.

Breaking News Trending Business
Green and Black Modern Technology YouTube Channel Art 4 8 ખાદ્ય ચીજવસ્તુઓના ભાવમાં ઘટાડાને કારણે માર્ચમાં છૂટક ફુગાવાનો દર ઘટીને જાણો કેટલો થયો...

WPI Inflation In March: શાકભાજી અને પ્રોટીનયુક્ત ઉત્પાદનોના ભાવમાં ઘટાડાને કારણે માર્ચમાં છૂટક ફુગાવો થોડો ઘટીને છ વર્ષના નીચલા સ્તરે 3.34 ટકા થયો. અગાઉ ઓગસ્ટ 2019 માં, તે 3.28 ટકાના સ્તરે હતો. ગ્રાહક ભાવ સૂચકાંક (CPI) આધારિત ફુગાવો ફેબ્રુઆરીમાં 3.61 ટકા અને ગયા વર્ષે માર્ચમાં 4.85 ટકા હતો.

માર્ચમાં છૂટક ફુગાવો ફેબ્રુઆરીમાં 3.6 ટકાથી ઘટીને 3.34 ટકા થયો. આપને જણાવી દઈએ કે ખાદ્ય ચીજવસ્તુઓના ભાવમાં ઘટાડાની અસર જોવા મળી છે. નાણાકીય વર્ષ દરમિયાન પોલિસી વ્યાજ દરમાં વધુ ઘટાડો થવાની શક્યતા છે.

RBI એ રેપો રેટ ઘટાડ્યો હતો

માર્ચમાં ખાદ્ય ફુગાવો 2.69 ટકા હતો, જ્યારે ફેબ્રુઆરીમાં તે 3.75 ટકા અને માર્ચ, 2024માં 8.52 ટકા હતો. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI) નાણાકીય નીતિ બનાવતી વખતે મુખ્યત્વે છૂટક ફુગાવાને જુએ છે. ગયા અઠવાડિયે, RBI એ મુખ્ય પોલિસી રેટ રેપો 0.25 ટકા ઘટાડીને 6 ટકા કર્યો.

કેન્દ્રીય બેંકે ચાલુ નાણાકીય વર્ષ 2025-26 માટે છૂટક ફુગાવાનો દર ચાર ટકા રહેવાનો અંદાજ મૂક્યો છે. પ્રથમ ક્વાર્ટરમાં તે 3.6 ટકા, બીજા ક્વાર્ટરમાં 3.9 ટકા, ત્રીજા ક્વાર્ટરમાં 3.8 ટકા અને ચોથા ક્વાર્ટરમાં 404 ટકા રહેવાનો અંદાજ છે, જ્યારે બંને બાજુ જોખમો સમાન રીતે સંતુલિત છે.

દરમિયાન, ખાદ્ય ચીજવસ્તુઓના ભાવમાં ઘટાડાને કારણે માર્ચમાં જથ્થાબંધ ભાવાંક આધારિત ફુગાવો માસિક ધોરણે 2.05 ટકાના છ મહિનાના નીચલા સ્તરે પહોંચી ગયો. ગયા વર્ષે સપ્ટેમ્બરમાં જથ્થાબંધ ફુગાવો 1.91 ટકા હતો.

ફેબ્રુઆરીમાં જથ્થાબંધ ભાવ સૂચકાંક (WPI) આધારિત ફુગાવો 2.38 ટકા રહ્યો. જોકે, વાર્ષિક ધોરણે માર્ચમાં તેમાં વધારો થયો છે. માર્ચ 2024 માં, તે 0.26 ટકા હતું.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:તહેવારોની સિઝનમાં સામાન્ય માણસને પડ્યો ફટકો, સપ્ટેમ્બરમાં છૂટક મોંઘવારી વધીને થઈ 5.49%

આ પણ વાંચો:સરકારે કર્મચારીઓને આપી મોટી ભેટ, મોંઘવારી ભથ્થામાં 2 % નો વધારો કર્યો, હવે DA 53 ટકાથી વધીને 55 % થયો

આ પણ વાંચો:આગામી દિવસોમાં મોંઘવારીથી રાહત મળશે, આર્થિક સર્વેક્ષણમાં કહેવામાં આવ્યું છે કે ખાદ્ય ચીજોના ભાવ ઘટશે