Gujarat News/ રાજ્ય સરકારના મહત્વના વિભાગમાં નિવૃત્ત અધિકારીઓની ભરતી થશે

વિભાગમાં કુલ 25 નિવૃત્ત અધિકારીઓને કરાર આધારે ભરતી કરવામાં આવશે

Gujarat

Gujarat News : ફરી એક વખત રાજ્ય સરકારના મહત્વના વિભાગમાં એક મોટી ભરતી પ્રક્રિયા શરૂ થવા જઈ રહી છે. જાણો તો શું, આ ભરતી સામાન્ય નોકરીયાત કર્મચારીઓ નહીં પરંતુ અનુભવી નિવૃત્ત અધિકારીઓ માટે ખાસ ખુલ્લી મૂકી છેરાજ્યના પ્રવાસન વિભાગે પણ એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. પ્રવાસન કમિશનર કચેરીએ જાહેરાત બહાર પાડી છે કે, વિભાગમાં કુલ 25 નિવૃત્ત અધિકારીઓને કરાર આધારે ભરતી કરવામાં આવશે.

આ નિર્ણયથી પ્રવાસન ક્ષેત્રમાં કામકાજ વધુ મજબૂત થશે અને અનુભવી અધિકારીઓની મદદથી વિવિધ યોજનાઓને ગતિ મળશે એવો વિભાગનો આશય છે.જાહેરાત અનુસાર આ ભરતી ખાસ કરીને એવી કેટેગરીના અધિકારીઓ માટે છે જેઓ રાજ્ય સરકારની વિવિધ મહત્વપૂર્ણ હોદ્દાઓ પરથી નિવૃત્ત થયા છે.

જેમ કે અધિક કલેક્ટર, નાયબ કલેક્ટર, મામલતદાર, RFO (રેન્જ ફોરેસ્ટ ઓફિસર), અને ચીફ ઓફિસર જેવા હોદ્દાઓ પરથી નિવૃત્ત થયેલા અધિકારીઓને આ ભરતી માટે લાયક ગણવામાં આવ્યા છે. વિભાગનું માનવું છે કે,આવા હોદ્દાઓ પર સેવાકાળ દરમ્યાન મેળવેલો અનુભવ પ્રવાસન વિભાગના વિકાસ માટે ઘણો ઉપયોગી સાબિત થશે.પ્રવાસન વિભાગે આ ભરતી માટે સ્પષ્ટ રીતે જગ્યા મુજબની વિગતો જાહેર કરી છે.

કુલ 25 જગ્યાઓમાંથી 8 જિલ્લા પ્રવાસન અધિકારી 8 સહાયક કમિશનર, 4 નાયબ કમિશનર અને 5 પ્રવાસન અધિકારી એવી જગ્યાઓ ભરવાની રહેશે. દરેક પદ માટે જરૂરી કામનો સ્વરૂપ, જવાબદારીઓ અને કરારની શરતો અંગેની વિગત પણ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે. જોકે હાલમાંની જાહેરાતમાં મુખ્યત્વે એ સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે, આ તમામ જગ્યા પર નિવૃત્ત અધિકારીઓને જ લેવામાં આવશે અને તેઓને કરાર આધારે સેવા આપવા તક આપવામાં આવશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: ગુજરાતમાં દરિયાઈ ટુરિઝમને મળશે વેગ, ડોલ્ફિનની વસ્તીમાં જબરજસ્ત ઉછાળો

આ પણ વાંચો: સાઉદી અરેબિયાએ ટુરિઝમ પોલીસીને વધારવા માટે ભારત માટે ઉઠાવ્યું આ કદમ

આ પણ વાંચો: સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે એડવેન્ચર ટુરિઝમ કોન્ફરન્સ યોજાશે, ગુજરાતના સીએમ પણ ભાગ લેશે