સુરેન્દ્રનગર/ જિલ્લા કલેકટર કચેરી ખાતે સીએનજી ગેસના ભાવ વધારાના મામલે રિક્ષાચાલકોએ હોબાળો કર્યો

ત્રણ કૃષિના કાયદા સરકાર દ્વારા પરત ખેંચવામાં આવતા કોંગ્રેસ પક્ષ દ્વારા કલેકટર કચેરી બહાર ફટાકડા ફોડવામાં આવ્યા.

Gujarat
Untitled 282 20 જિલ્લા કલેકટર કચેરી ખાતે સીએનજી ગેસના ભાવ વધારાના મામલે રિક્ષાચાલકોએ હોબાળો કર્યો

સુરેન્દ્રનગર જિલ્લામાં પેટ્રોલ-ડીઝલના ભાવો આસમાને પહોંચ્યા છે તેવા સંજોગોમાં પેટ્રોલ અને ડીઝલ 95 રૂપિયા બહાર પહોંચી ચૂક્યું છે તેવા સંજોગોમાં સીએનજી ગેસ વપરાશકર્તા વાહનચાલકોની સંખ્યામાં વધારો થતો જોવા મળતા ની સાથે જ સરકાર દ્વારા સીએનજી ગેસના ભાવોમાં પણ આજે વધારો કરવામાં આવ્યો છે રૂપિયા 9 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે.તેવા સંજોગોમાં સુરેન્દ્રનગર જિલ્લામાં રિક્ષા ચાલકો તથા સીએનજી કાર ચાલક માં રોષ વ્યાપી જવા પામ્યો છે ત્યારે આજે સુરેન્દ્રનગર જિલ્લામાં 15 દિવસ માં 9 રૂપિયાનો સરકાર દ્વારા સીએનજી ગેસ વધારો કરવામાં આવતાની સાથે જ સીએનજી વાહનચાલકોમાં પણ રોષની લાગણી વ્યાપી જવા પામી છે કારણકે હવે લોડિંગ વહાનો પણ સીએનજી બનાવવાની કંપનીઓ શરૂ કરવામાં આવી છે તેવા સંજોગોમાં સીએનજી ગેસના ભાવો પણ હવે આસમાનને અડી રહ્યા છે.

ત્યારે પહેલાથી પેટ્રોલ-ડીઝલના ભાવ હાલ ભડકે બળી રહ્યા છે તેવા સંજોગોમાં પેટ્રોલ-ડીઝલનો વિકલ્પે સીએનજી ગેસ પૂરો પાડી રહ્યો છે તેવા સંજોગોમાં સીએનજી ગેસના ભાવોમાં પણ વહેલી સવારથી વધારો ઝીંકવામાં આવતા સરકાર સામે રોષ જોવા મળી રહ્યો છે ત્યારે તાત્કાલિક ધોરણે સીએનજી ગેસના ભાવો પરત ખેંચવામાં આવે તેવી સીએનજી વહાન ચાલકો તથા રીક્ષા યુનિયનો દ્વારા માંગણી કરવામાં આવી છે.ત્યારે સરકાર પણ પોતે હાલમાં અડીખમ હોય અને કોઈ પણ ભોગે સીએનજી ગેસના ભાવો પરત ખેંચી શકાય તેવી શક્યતાઓ હાલ દેખાઈ રહી નથી કારણકે પેટ્રોલ અને ડીઝલ પણ 95 રૂપિયા ને બહાર પહોંચી ચૂક્યા છે ત્યારે આ મામલે અનેક વિરોધ પ્રદર્શન બાદ પણ સરકાર દ્વારા ભાવ વધારો પરત ખેંચવામાં આવ્યો નથી તો સીએનજી ગેસ માં પણ સરકાર મક્કમ રહે તેવી શક્યતાઓ વર્તવામાં આવી રહી છે.

તેવા સંજોગોમાં આજે વહેલી સવારે અંદાજિત ૧૦૦૦ થી વધુ રિક્ષા ચાલકો દ્વારા સુરેન્દ્રનગર જિલ્લાની કલેકટર કચેરી બહાર હોબાળો કરી અને રીક્ષા એસોશીએશન ના આગેવાન ગિરિરાજસિંહ ઝાલા ની આગેવાની હેઠળ જિલ્લા કલેકટરને રજૂઆત કરવામાં આવી છે અને ભાવ વધારો પરત ખેંચવામાં આવે તેવી માંગણી કલેકટર સમક્ષ આવેદનપત્ર આપી અને કરવામાં આવી છે.

ત્યારબાદ સુરેન્દ્રનગર જિલ્લા ખેડૂત આગેવાન અલ્પેશભાઈ ગાબુ દ્વારા કાલે જે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા કૃષિના ત્રણ કાયદા પરત ખેંચવામાં આવ્યા છે જેને લઇને ઉજવણી કરવામાં આવી છે ત્યારે ખેડૂત આગેવાન અલ્પેસ ભાઈ ગાબુ દ્વારા કલેકટર કચેરી બહાર ફટાકડા ફોડી અને આ મામલે ઉજવણી કરવામાં આવી છે ત્યારે નિદ્રાધીન સરકાર જાગી છે અને કૃષિના ત્રણ કાયદા પરત ખેંચવામાં આવ્યા હોવાની ઉજવણી જિલ્લા કોંગ્રેસ ખેડૂત આગેવાન અલ્પેશભાઈ દ્વારા કરવામાં આવી છે.