rishikesh patel/ ઋષિકેશ પટેલે લીધી ભારે વરસાદથી અસરગ્રસ્ત બોરસદ શહેરની મુલાકાત

 બોરસદ શહેરી વિસ્તારમાં ગત રોજ 13ઇંચ કરતાં વધુ વરસાદ વરસતા બોરસદ શહેરમાં આવેલ નીચાણવાળા વિસ્તાર એવા વન તળાવ વિસ્તારમાં પાણી ભરાયા હતા.

Top Stories Gujarat Breaking News
Copy of પીએમ સુનક તેમની પત્ની અક્ષતા મૂર્તિ સાથે પહોંચ્યા હતા મંદિર 2024 07 25T175201.304 ઋષિકેશ પટેલે લીધી ભારે વરસાદથી અસરગ્રસ્ત બોરસદ શહેરની મુલાકાત

બોરસદ શહેરી વિસ્તારમાં ગત રોજ 13ઇંચ કરતાં વધુ વરસાદ વરસતા બોરસદ શહેરમાં આવેલ નીચાણવાળા વિસ્તાર એવા વન તળાવ વિસ્તારમાં પાણી ભરાયા હતા, જે હવે ધીરે ધીરે ઓસરી રહ્યા છે. આ વિસ્તારમાં મંત્રી ઋષિકેશ પટેલે ટ્રેક્ટરમાં બેસીને પરિસ્થિતિનું જાત નિરીક્ષણ કર્યું હતું. આ સમય ટ્રેક્ટર માં તેમની સાથે બોરસદ વિધાનસભાના ધારાસભ્ય અને ગુજરાત વિધાનસભાના નાયબ દંડક રમણ સોલંકી, કલેક્ટર પ્રવીણ ચૌધરી, જિલ્લા વિકાસ અધિકારી  મિલિંદ બાપના, બોરસદના પ્રાંત અધિકારી અમિત પટેલ, મામલતદાર , તાલુકા વિકાસ અધિકારી, ચીફ ઓફિસર સહિતના લોકો જોડાયા હતા.

Copy of પીએમ સુનક તેમની પત્ની અક્ષતા મૂર્તિ સાથે પહોંચ્યા હતા મંદિર 2024 07 25T180729.181 ઋષિકેશ પટેલે લીધી ભારે વરસાદથી અસરગ્રસ્ત બોરસદ શહેરની મુલાકાત

મંત્રીએ વન તળાવ વિસ્તારમાં લોકો સાથે સંવાદ કર્યો હતો અને ભવિષ્યમાં આવી પરિસ્થિતિનું નિર્માણ ન થાય તે માટે રાજ્ય સરકાર દ્વારા રેલવે વિભાગ સાથે સંપર્ક કરીને આ વિસ્તારમાંથી પાણી વહેલી તકે નીકળી જાય અને પાણીનો ભરાવો ન થાય જેથી ભવિષ્યમાં વધુ વરસાદ વરસે તેમ છતાં પણ આવી પરિસ્થિતિનું નિર્માણ ન થાય તેવી કામગીરી કરવામાં આવશે તેવી હૈયાધારણ આપી હતી. આ તકે બોરસદ પ્રાંત અધિકારીએ સ્થળાંતર કરેલ લોકોને રહેવાની અને બે ટાઈમ ભોજનની વ્યવસ્થા પૂરી પાડવામાં આવી રહી છે તેમ જણાવ્યું હતું.

Copy of પીએમ સુનક તેમની પત્ની અક્ષતા મૂર્તિ સાથે પહોંચ્યા હતા મંદિર 2024 07 25T180626.441 ઋષિકેશ પટેલે લીધી ભારે વરસાદથી અસરગ્રસ્ત બોરસદ શહેરની મુલાકાત

મંત્રીએ આ વિસ્તારમાં પાણી ઓસર્યા બાદ રોગચાળો ફાટી ન નીકળે તે માટે આરોગ્ય વિભાગ દ્વારા અને નગરપાલિકા દ્વારા મિથેલિયન પાવડરનો છંટકાવ અને લોકોના આરોગ્યની ચકાસણી કરી લેવા ઉપરાંત ક્લોરીનયુક્ત પાણી આપવા માટે પણ જણાવ્યું હતું. મંત્રીએ તેમની મુલાકાત પહેલા બોરસદ સેવા સદન ખાતે અધિકારીઓ સાથે બેઠક યોજી બોરસદ શહેરમાં ગતરોજ થયેલ ભારે વરસાદથી ઊભી થયેલી પરિસ્થિતિની વિગતો મેળવી વહીવટી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવેલ કામગીરીથી વાકેફ થયા હતા.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:રાજકોટના જસદણમાં દુષ્કર્મની ફરિયાદ

 આ પણ વાંચો:વરસાદી પરિસ્થિતિને પગલે રાજ્યના આરોગ્ય અને આણંદ જિલ્લાના પ્રભારી મંત્રી ઋષિકેશ પટેલ આણંદ જિલ્લાના બોરસદ તાલુકાની મુલાકાતે

આ પણ વાંચો:ઓશિકું અને પથારી લઈને કર્ણાટક વિધાનસભા પહોંચ્યા બીજેપી ધારાસભ્ય, જાણો કઈ-કઈ માંગને લઈને કરી રહ્યા છે વિરોધ