Death/ રાજ્યમાં વધતું કસ્ટોડીયલ ડેથનું પ્રમાણ છેલ્લા બે વર્ષમાં કુલ આટલાં લોકોના થયા મોત…

રાજ્યમાં વધતું કસ્ટોડીયલ ડેથનું પ્રમાણ છેલ્લા બે વર્ષમાં કુલ આટલાં લોકોના થયા મોત…

Gujarat Others Trending
1000 old currency 5 રાજ્યમાં વધતું કસ્ટોડીયલ ડેથનું પ્રમાણ છેલ્લા બે વર્ષમાં કુલ આટલાં લોકોના થયા મોત...
  • રાજ્યમાં કસ્ટોડીયલ ડેથના આંકડા સામે આવ્યા,
  • છેલ્લા 2 વર્ષમાં રાજ્યમાં કુલ 157 લોકોની કસ્ટોડીયલ ડેથ થઈ,
  • વર્ષ 2019માં 70 અને વર્ષ 2020માં 87 કસ્ટોડીયલ ડેથ નોંધાઇ,

વિકાસના મોડલ રાજ્ય ગણાતા ગુજરાતમાં પોલીસ અત્યાચારો અને  ‘કસ્ટોડીયલ ડેથ’ કિસ્સા ઘણો  વધારો જોવા મળે છે. ગુજરાત રાજ્યમાં કસ્ટોડીયલ ડેથના કિસ્સા અવારનવાર સામે આવતા હોય છે અને સમય જતા લોકો ભુલી પણ જાય છે. પરંતુ કસ્ટોડીયલ ડેથ ના કિસ્સામાં પોલીસની કેદમાં રહેલ વ્યક્તિને ગુનેગાર સાબિત થયા પહેલા જ સજા મળી જતી હોય છે. આજે  વિધાનસભા ગૃહમાં કસ્ટોડીયલ ડેથ મામલે ચર્ચા થઈ હતી. જેમાં રાજ્યમાં કસ્ટોડીયલ ડેથના આંકડા સામે આવ્યા છે. તે ઘણા જ ચોકાવનારા છે.

રાજ્ય સરકારના જણાવ્યા અનુસાર છેલ્લા 2 વર્ષમાં રાજ્યમાં કુલ 157 લોકોની કસ્ટોડીયલ ડેથ થઈ છે. વર્ષ 2019માં 70 અને વર્ષ 2020માં 87 કસ્ટોડીયલ ડેથ નોંધાઇ છે. જે દર મહીને આશરે 6 થી 7 લોકોની કસ્ટોડીયલ ડેથ તરફ ઈશારો કરી રહ્યું છે. રાજ્યમાં આટલી મોટી સંખ્યામાં કસ્ટોડીયલ ડેથ થવા છતાં તે અંગે હજુ કોઈ ગંભીર કાર્યવાહી કરવામાં આવી નથી.

વિધાનસભા ગૃહમાં જણાવ્યા પ્રમાણે કસ્ટોડીયલ ડેથ મામલે અત્યાર સુધીમાં 3 PI, 5 PSI, 4 ASI અને 15 કોન્સ્ટેબલ વિરુદ્ધ કડક કાર્યવાહી કરાઈ છે. જેમાં 1 PSI, 2 ASI અને 4 કોન્સ્ટેબલને  દંડ કરીને જેલમાં મોકલવામાં આવ્યા છે.  સજા નો આંકડો અને કસ્ટોડીયલ ડેથના આંકડામાં પણ બહુ મોટો તફાવત જોવા મળી રહ્યો છે.

કસ્ટોડીયલ ડેથ એટલે શું?
કોઈપણ ગુનામાં પકડાતી વ્યકિતને તપાસનીશ પોલીસ અથવા સુરક્ષાતંત્રના લોકઅપમાં પૂછપરછ માટે રાખવામાં આવે છે. કોર્ટમાં રજુ કરવામાં આવે ત્યાં સુધી અથવા કોર્ટમાંથી રીમાંડ મળી હોય ત્યાં સુધી પોલીસ કસ્ટડીમાં ગણાય છે. આ દરમ્યાન આરોપીનું મોત થાય તો કસ્ટોડીયલ ડેથ ગણવામાં આવે.

જયુડીશ્યલ કસ્ટડી
આરોપી જેલમાં હોય ત્યારે તેને જયુડીશ્યલ કસ્ટડી ગણવામાં આવે છે. આરોપમાં દોષિ ઠર્યો હોય અને કેદી તરીકે જેલવાસ ભોગવતો હોય તેને પણ આ લાગુ પડે છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ…