Not Set/ કોરોના દર્દીના મૃતદેહથી ફેલાઈ શકે છે કોરોના ? આવો જાણીએ શું કહે છે નિષ્ણાતો

ઓલ ઈન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સિસ (એઈમ્સ) ના ફોરેન્સિક હેડ ડો.સુધીર ગુપ્તાએ કહ્યું છે કે  એક સંક્રમિત વ્યક્તિના મોત બાદ કોરોના વાયરસ નાક અને મોઢાના પોલાણમાં  12 થી 24  કલાક બાદ સક્રિય નાતી રહેતો. જેના કારણે  મૃતદેહ દ્વારા ચેપનું જોખમ વધારે નથી.

Top Stories India
cororna 2 5 કોરોના દર્દીના મૃતદેહથી ફેલાઈ શકે છે કોરોના ? આવો જાણીએ શું કહે છે નિષ્ણાતો

ભારત આખામાં કોરોના વાઇરસની બીજી લહેરે કાળો કહેર વરસાવ્યો છે. દેશ ના મોટાભાગના રાજ્યો કોરોના સામે લડી રહ્યા  છે.ત્યારે ગંગા અને અન્ય નદીઓમાં મોટી સંખ્યામાં મૃતદેહ  મળી આવ્યા હતા. અને અત્યાર બાદ WHO એ દખલ કરી અને પાણી અને ગટરના પાણીના નમૂનાનું  એકત્રિત કરવા માટે અને તેનું પરીક્ષણ કરવાનું અભિયાન ચાલુ કર્યું છે. અને તેમાં કેટલીક જગ્યાઓના નમૂનાઓમાં કોરોના વાઇરસની હાજરી જોવા પણ મળી છે. ત્યારે સવાલ એ થાય છે કે શું કોરોના ગ્રસ્ત દરદીઓના મૃતદેહથી કોરોના ફેલાઈ શકે છે. અને ફેલાઈ શકે તો કેટલા સમય સુધી ફેલાઈ શકે છે. આવો જાણીએ નિષ્ણાતો આ અંગે શું કહે છે.

ઓલ ઈન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સિસ (એઈમ્સ) ના ફોરેન્સિક હેડ ડો.સુધીર ગુપ્તાએ કહ્યું છે કે  એક સંક્રમિત વ્યક્તિના મોત બાદ કોરોના વાયરસ નાક અને મોઢાના પોલાણમાં  12 થી 24  કલાક બાદ સક્રિય નાતી રહેતો. જેના કારણે  મૃતદેહ દ્વારા ચેપનું જોખમ વધારે નથી.

ડો. ગુપ્તાએ કહ્યું, “મૃત્યુ પછી 12 થી 24 કલાકના અંતરાલમાં કોરોના વાયરસના ઇન્ફેક્શન માટે લગભગ 100 મૃતદેહોની ફરીથી તપાસ કરવામાં આવી, જે નેગેટીવ જોવા મળ્યા હતા. મૃત્યુ પછી 24 કલાક પછી, વાયરસ નાક અને મોઢાના પોલાણમાં સક્રિય નથી રેહતો.  “તેમણે કહ્યું,” ચેપગ્રસ્ત વ્યક્તિના મૃત્યુ પછી 12 થી 24 કલાક પછી કોરોના વાયરસના ચેપનું જોખમ વધારે નથી. “

છેલ્લા એક વર્ષમાં, એઈમ્સમાં ફોરેન્સિક મેડિસિન વિભાગમાં ‘કોવિડ -19 પોઝિટિવ મેડિકો-લીગલ’ કેસો પર એક અભ્યાસ કરવામાં આવ્યો હતો. આ કેસોમાં પોસ્ટમોર્ટમ કરાયું હતું. તેમણે કહ્યું કે સલામતીના દૃષ્ટિકોણથી પાર્થિવ શરીરમાંથી પ્રવાહી નીકળતો અટકાવવા નાક અને મોંની પોલાણ બંધ કરવી જોઈએ. તેમણે કહ્યું કે આવા મૃતદેહોના સંપર્કમાં આવતા લોકોએ સાવચેતી તરીકે માસ્ક, ગ્લોવ્સ અને પી.પી.ઇ કીટ પહેરવી જોઈએ.

હાડકાં અને રાખનો સંગ્રહ સંપૂર્ણપણે સલામત છે

ડો.ગુપ્તાએ કહ્યું, “હાડકાં અને રાખનો સંગ્રહ સંપૂર્ણપણે સલામત છે કારણ કે હાડકાંથી ચેપ લાગવાનો કોઈ ખતરો નથી.” જો કે  ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR ) એ મે 2020 માં જાહેર કર્યું હતું કે આ માટેની માનક માર્ગદર્શિકા ડેથ કેસોમાં મેડિકો-લીગલ ઓટોપ્સી સૂચવે છે, કોવિડ -19 થી થયેલા મૃત્યુમાં ફોરેન્સિક પોસ્ટમોર્ટમ માટે ચીરફાડ કરવાની ટેકનીક નો ઉપયોગ ન કરવો જોઇએ કારણ કે તેનાથી મોર્ગ સ્ટાફની આત્યંતિક સાવચેતી  છતાય પ્રવાહી અને હાજર કોઈપણ સ્ત્રાવના સંપર્કમાં આવવાથી આ જીવલેણ રોગનો ખતરો રહેવાનું જોખમ હોઈ શકે છે.

sago str 23 કોરોના દર્દીના મૃતદેહથી ફેલાઈ શકે છે કોરોના ? આવો જાણીએ શું કહે છે નિષ્ણાતો