road accident/ પાકિસ્તાનમાં ગમખ્વાર અકસ્માત, 5 બાળકો સહિત એક જ પરિવારના 13 લોકોના મોત

પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં શનિવારે એક મિની ટ્રક રસ્તા પરથી લપસીને ખાડામાં પડી જતાં તેમાં મુસાફરી કરી રહેલા પાંચ બાળકો સહિત એક પરિવારના ઓછામાં ઓછા 13 લોકોના મોત થયા હતા.

Top Stories World Breaking News
YouTube Thumbnail 2024 05 18T190314.087 પાકિસ્તાનમાં ગમખ્વાર અકસ્માત, 5 બાળકો સહિત એક જ પરિવારના 13 લોકોના મોત

Paksita News: પાકિસ્તાનના પંજાબ (Pajabi) પ્રાંતમાં શનિવારે એક મિની ટ્રક રસ્તા પરથી લપસીને ખાડામાં પડી જતાં તેમાં મુસાફરી કરી રહેલા પાંચ બાળકો સહિત એક પરિવારના ઓછામાં ઓછા 13 લોકોના મોત થયા હતા. આ દુર્ઘટનામાં અન્ય નવ લોકો ઘાયલ થયા છે. બચાવ કાર્યમાં લાગેલા અધિકારીઓએ અકસ્માતની માહિતી આપી છે. અકસ્માત (road accident)ને પગલે સ્થાનિક લોકોના ટોળેટોળા ઘટનાસ્થળે ઉમટી પડ્યા હતા. અકસ્માત બાદ સ્થાનિક લોકોએ પણ લોકોને મદદ કરી હતી.

રેસ્ક્યુ-1122 અનુસાર, આ મિની ટ્રક ખૈબર પખ્તુનખ્વા પ્રાંતના બન્નુ જિલ્લામાંથી પંજાબના ખુશાબ જિલ્લા તરફ આવી રહી હતી, ત્યારે આ અકસ્માત થયો હતો. આ અકસ્માત લાહોરથી લગભગ 250 કિલોમીટર દૂર ખુશાબના પેંચ પીર વિસ્તારમાં થયો હતો. મળતી માહિતી મુજબ, એક વળાંક પર મિની ટ્રક રસ્તા પરથી લપસીને ખાડામાં પડી જતાં આ અકસ્માત થયો હતો.

એક અધિકારીએ જણાવ્યું કે, “પાંચ બાળકો સહિત 13 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા છે.” નવ ઘાયલોને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે, જ્યાં તેમની સ્થિતિ ગંભીર હોવાનું કહેવાય છે.” કેટલાક પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, મિની ટ્રકના ડ્રાઈવરે વધુ ઝડપને કારણે કાબૂ ગુમાવ્યો હતો, જેના કારણે આ અકસ્માત થયો હતો.

પંજાબના મુખ્યમંત્રી મરિયમ નવાઝે આ દુર્ઘટનામાં થયેલા મૃત્યુ પર શોક વ્યક્ત કર્યો છે. નવાઝે અધિકારીઓને સૂચના આપી છે કે અકસ્માતમાં ઘાયલ લોકોને વધુ સારી સારવારની સુવિધા પૂરી પાડવામાં આવે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:અમેરિકામાં વિઝા માટે 4 ભારતીયોએ રચ્યું લૂંટનું કાવતરું, જાણો આગળ શું થયું…

આ પણ વાંચો:મુસ્લિમ દેશ સાઉદી અરેબિયામાં સ્વિમસૂટ ફેશન શોનું આયોજન, દુનિયાભરમાં સાઉદી પ્રિન્સનાં થયા વખાણ

આ પણ વાંચો:કિર્ગીસ્તાનમાં 3 પાકિસ્તાની વિદ્યાર્થીઓ લિંચિગનો બન્યા શિકાર, ભારતે જારી કરી એડવાઈઝરી

આ પણ વાંચો:અફઘાનિસ્તાનમાં ગોળીબાર હુમલામાં 3 વિદેશી પ્રવાસી સહિત 4 લોકોના મોત