ઉતરાખંડ/ દહેરાદૂનમાં વાદળ ફાટવાના કારણે રસ્તાઓ પર પાણી ભરાયા, SDRF ટીમ એલર્ટ કરાઈ

હવામાન વિભાગે  પહેલાથી જ ઉત્તરાખંડમાં 26 ઓગસ્ટ સુધી ભારે વરસાદની ચેતવણી જારી કરી હતી. રસ્તાઓ પાણીથી ભરાયા બાદ SDRF ની ટીમ

Top Stories India
Untitled 291 દહેરાદૂનમાં વાદળ ફાટવાના કારણે રસ્તાઓ પર પાણી ભરાયા, SDRF ટીમ એલર્ટ કરાઈ

ઉત્તરાખંડના દહેરાદૂનમાં 7 કલાકના મુશળધાર વરસાદને કારણે સ્થિતિ બેકાબૂ  બનતી  જોવા મળી છે .  જે અંતર્ગત સાંતલા દેવી વિસ્તારમાં બે વખત વાદળ ફાટવાના કારણે રસ્તાઓ પર ધસારો રહ્યો છે. લોકોના મકાનો પાણીમાં ડૂબવા લાગ્યા છે.  તેમજ પરિસ્થિતિ એટલી બેકાબૂ બની રહી છે કે SDRF ની ટીમને એલર્ટ કરી દેવામાં આવી છે. જો કે હજુ સુધી કોઈ જાનહાનિની ​​જાણ થઈ નથી, પરંતુ પાણીનું સ્તર સતત વધી રહ્યું છે. તમામ મુખ્ય રસ્તાઓ નદીના રૂપમાં રહ્યા છે. મોટા પથ્થરો પણ માટીની સાથે લોકોના ઘરમાં ઘુસી ગયા છે.

આ પણ  વાંચો :રોડમાં ખાડા કે ખાડામાં રોડ ? કોડીનાર સુત્રાપાડા રોડમાં ખાડાનગરી

મળતી  માહિતી અનુસાર, દેહરાદૂનના સાંતલા દેવી મંદિર પાસે ખૈબરવાલામાં બે વાર વાદળ ફાટ્યું હોવાનું જાણવા મળ્યું . જેના કારણે પાણીની સાથે કાટમાળ પણ લોકોના ઘરોમાં ઘૂસી ગયો છે. ઘણા લોકોના ઘરોમાં મોટા પથ્થરો પણ ઘૂસ્યા હતા. વાદળ ફાટ્યા બાદ મોટા પથ્થરોએ લોકોના ઘરની છતને પણ નુકસાન પહોંચાડ્યું છે. છત ફાડી નાખ્યા પછી પણ ઘણા ઘરમાં પથ્થરો ઘૂસ્યા. અવિરત વરસાદને કારણે પાણીનું સ્તર વધી રહ્યું છે.

હવામાન વિભાગે  પહેલાથી જ ઉત્તરાખંડમાં 26 ઓગસ્ટ સુધી ભારે વરસાદની ચેતવણી જારી કરી હતી. રસ્તાઓ પાણીથી ભરાયા બાદ SDRF ની ટીમ દોરડા વડે લોકોને બચાવી રહી છે. માહિતી અનુસાર, આઇટી પાર્ક જેવા પોશ વિસ્તારોમાં પણ નદીઓ રસ્તાઓ પર વહેવા લાગી. SDRF એ IT પાર્કમાંથી જ 12 થી વધુ લોકોને બચાવ્યા.

આ પણ વાંચો ; G 7 દેશો તાલિબાનોની 31 ઓગસ્ટે ખાલી કરવાની ધમકી મામલે કઇ રણનીતિ બનાવી જાણો