Not Set/ ડ્રેસિંગ રૂમમાં રોહિત અને જાડેજા મસ્તીનાં મૂડમાં દેખાયા, જુઓ વીડિયો

ટીમ ઈન્ડિયાનાં વાઇસ કેપ્ટન રોહિત શર્માને વેસ્ટ ઇન્ડીઝ સામેની પ્રથમ વનડે મેચમાં પોતાની બેટિંગ બતાવવાની તક મળી શકી નહોતી. ભારત અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચે પ્રથમ વનડે મેચ ગુરુવારે ગુયાનામાં રમાવવાની હતી, જે વરસાદનાં કારણે ધોવાઇ ગઇ હતી. જો કે, ટીમ ઈન્ડિયાનાં ખેલાડીઓએ તેમનો મૂડ બગાડ્યો ન હતો અને રોહિત શર્માએ રવિન્દ્ર જાડેજાની સાથે હેડ અપ […]

Uncategorized
rohit jadeja ડ્રેસિંગ રૂમમાં રોહિત અને જાડેજા મસ્તીનાં મૂડમાં દેખાયા, જુઓ વીડિયો

ટીમ ઈન્ડિયાનાં વાઇસ કેપ્ટન રોહિત શર્માને વેસ્ટ ઇન્ડીઝ સામેની પ્રથમ વનડે મેચમાં પોતાની બેટિંગ બતાવવાની તક મળી શકી નહોતી. ભારત અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચે પ્રથમ વનડે મેચ ગુરુવારે ગુયાનામાં રમાવવાની હતી, જે વરસાદનાં કારણે ધોવાઇ ગઇ હતી. જો કે, ટીમ ઈન્ડિયાનાં ખેલાડીઓએ તેમનો મૂડ બગાડ્યો ન હતો અને રોહિત શર્માએ રવિન્દ્ર જાડેજાની સાથે હેડ અપ ચેલેન્જ લઈને તે સમયનો આનંદ લીધો હતો. બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઈન ઈન્ડિયા (બીસીસીઆઈ) એ તેના ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટ પર એક વીડિયો પોસ્ટ કર્યો છે, જેને ચાહકો ખૂબ પસંદ કરી રહ્યા છે.

ravindra jadeja 1565342834 ડ્રેસિંગ રૂમમાં રોહિત અને જાડેજા મસ્તીનાં મૂડમાં દેખાયા, જુઓ વીડિયો

વીડિયોમાં જોઈ શકાય છે કે રોહિત શર્મા અને રવિન્દ્ર જાડેજા હેડ્સ અપ ચેલેંજ કરતા મસ્તી કરી રહ્યા છે. રોહિતે તેના હાથમાં એક કાર્ડ પકડ્યું, જેના પર ખેલાડીનું નામ લખ્યુ હતુ. રોહિત આ કાર્ડ જોઈ શકતા નથી. રવિન્દ્ર જાડેજા તે ખેલાડીનું નામ વાંચી કોઈ એક હરકતથી રોહિતને જણાવે છે કે તે ખેલાડી કોણ છે.

રોહિત શર્માએ પહેલું કાર્ડ ઉપાડ્યું, ત્યારે તેમાં જસપ્રીત બુમરાહનું નામ આવ્યું. રવિન્દ્ર જાડેજાએ બુમરાહની બોલિંગ એક્શનની નકલ કરી, જેને હિટમેને સરળતાથી ઓળખી બતાવી. બુમરાહનું નામ ઓળખ્યા પછી રોહિત શર્માએ એમ પણ કહ્યું હતું કે, ભાઈ, તમે કેમ આટલું સરળ નામ આપ્યું, થોડું તો મુશ્કેલ હોય. ત્યારબાદ ભારતીય ઓપનરે તેના હાથમાં બીજું કાર્ડ ઉપાડ્યું.

2019 8image 10 28 305918936kl ll ડ્રેસિંગ રૂમમાં રોહિત અને જાડેજા મસ્તીનાં મૂડમાં દેખાયા, જુઓ વીડિયો

રોહિતનાં હાથમાં કાર્ડ જોઇને જાડેજા સૌથી પહેલા તો હસવા લાગ્યો. રોહિતે એમ પણ કહ્યું હતું કે, કેમ હસે છે, તેની એક્ટિંગ કરી બતાવ. ખરેખર, આ કાર્ડમાં કેપ્ટન વિરાટ કોહલીનું નામ લખાયું હતું. તાજેતરમાં જ મીડિયામાં એક સમાચાર આવ્યા હતા કે વિરાટ અને રોહિત વચ્ચે બધુ બરાબર ચાલી રહ્યું નથી. આવી સ્થિતિમાં, રોહિતનાં હાથમાં વિરાટનાં નામનું કાર્ડ જોઇને જાડેજા હસવાનું રોકી શક્યો નહી.

kohli say what ડ્રેસિંગ રૂમમાં રોહિત અને જાડેજા મસ્તીનાં મૂડમાં દેખાયા, જુઓ વીડિયો

ત્યારબાદ જાડેજાએ કેપ્ટન કોહલીની બેટિંગ કરવાની શૈલીની નકલ કરી. જાડેજાએ હાથમાં બેટ હાથમાં ફેરવવાની સ્ટાઇલ કરી અને તેને ઠીક કરવા માટે બે હાથથી હેલ્મેટ તરફ ઇશારો કર્યો. રોહિતે તેના જવાબમાં કહ્યું કે, કોઈ બેટ્સમેન છે. બોલ છોડવાનો ઇશારા જોઇ કહ્યુ વેલ લેફ્ટ. અંતે, તેમણે યોગ્ય વ્યક્તિની ઓળખ કરી અને કહ્યું કે વિરાટ કોહલી. પાછળ બેઠેલા, કોહલીએ જાડેજાને પૂછ્યું કે તે કેવી રીતે ઓળખી બતાવ્યુ. તો ઓલરાઉન્ડરે જવાબ આપ્યો કે તેણે બેટિંગની શૈલી બતાવી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.