વરિષ્ઠ નાગરિકો/ તરછોડાયેલા માતા-પિતા માટે આ કાયદો રામબાણ ઇલાજ છે,જાણો કાયદો

માતા-પિતાનું ભરણપોષણ ના કરીને જવાબદારીમાંથી છટકી જતાં સંતાનો સામે સરકારે 2007માં માતા-પિતા અને વરિષ્ઠ નાગરિકનો કાયદો અમલી બનાવ્યો છે

Uncategorized
સિનિયર 1 1 તરછોડાયેલા માતા-પિતા માટે આ કાયદો રામબાણ ઇલાજ છે,જાણો કાયદો

આજના માહોલમાં 70 ટકા સંતાનો પોતાના વૃદ્વ માતા-પિતાને સાથે રાખવા તૈયાર નથી,તેમનો બોજ ઉપાડવા તૈયાર નથી,જે મા બાપે અનેક દુ:ખ સહન કરીને સંતાનને ઉછેરે છે તે જ સંતાનો તેમને ભાર લાગવા માંડે છે અને ઘરમાંથી કાઢી દે છે. સમાજમાં આવા કિસ્સો દિન પ્રતિદિન વધી રહ્યા છે. આવા કિસ્સાઓ રોકવા માટે યુપીએ સરકારે 2007માં  માતા-પિતા અને વરિષ્ઠ કાયદો અમલી બનાવ્યો છે. આ કાયદો માતા-પિતા માટે  રામબાણ ઇલાજ સાબિત થયો છે. આ કાયદામાં સંતાન સામે કેસ કરીને પોતાનો હક્ક મેળવી શકાય છે. આ કાયદાની હાલ જાગૃતિ વધી હોવાથી માતા-પિતા પોતાના સંતાનો સામે હક્ક માટે લડત આપે છે અને કાયદાની ખાસિયત એ છે કે અરજીનો સત્વરે નિકાલ થઇ જાય છે.

કાયદાની જાણકારી

માતા-પિતાનું ભરણપોષણ ના કરીને જવાબદારીમાંથી છટકી જતાં સંતાનો સામે સરકારે 2007માં માતા-પિતા અને વરિષ્ઠ નાગરિકનો કાયદો અમલી બનાવ્યો છે. આ કાયદા હેઠળ માતાપિતા સંતાનો સામે પ્રાંત અધિકારી સમક્ષ ભરણપોષણની અરજી કરી શકે છે. જેમાં કોઇ વકીલની જરૂર નથી હોતી. જો સંતાનો માતાપિતાને શારિરીક કે માનસિક યાતનાઓ આપતા હોય અને ભરણપોષણના કરતાં હોય ઉપરાંત માલ મિલકત પચાવી પાડી હોય. તો તેનો ઉલ્લેખ અરજીમાં કરીને કલેક્ટર ઓફિસમાં અરજી આપવાની હોય છે. અરજી અંતર્ગત પ્રાંત અધિકારી અરજદારને જેની સામે ફરિયાદ કરી હોય તેવા તમામ સામાપક્ષને નોટિસ બજાવીને હાજર રહેવાની તાકીદ કરે છે. ત્રણ મહિના, છ મહિના કે વધુમાં વધુ પાંચ મહિનામાં અરજદારની અરજીનો નિકાલ થઇ જાય છે.આ કાયદામાં ભરણ પોષણની રકમ પણ નક્કી કરવામાં આવે છે અને જો મિલકત પડાવી લીધી હોય સંતાને તો તે પરત પણ મળી જાય છે.

સંતાનોને લગ્ન પછી માતા-પિતા બોજ કે તેમની પ્રાઇવેસીમાં દખલ કરતા હોય તેમ લાગે છે જેના કારણે તે પોતાનું અલગ પરીવાર બનાવે છે જેમાં માતા-પિતા ક્યાંય હોતા નથી. અંતે તેમનું સ્થાન વૃદ્ધાશ્રમ બની જાય છે. પરંતુ આજે માતા-પિતા સમજતા થયા છે કે સંતાનને યોગ્ય દિશા બતાવવા અને પોતાનો હક મેળવવા માટે કાયદાના સહારે જવાથી કોઇ નુકસાન નહી થાય.