પ્રવાસ/ રોહિત શર્મા વિરાટ કોહલી અને ચેતેશ્વર પૂજારા સાથે ઈંગ્લેન્ડ ન પહોંચ્યા, જાણો શું છે કારણ

ભારતીય ક્રિકેટ ટીમ ગુરુવારે જ ઈંગ્લેન્ડ પ્રવાસ પર પહોંચી ગઈ છે, ઈંગ્લેન્ડ પ્રવાસ પર ટીમ ઈન્ડિયાએ રોહિત શર્માની કેપ્ટન્સીમાં એક ટેસ્ટ, ત્રણ વનડે અને ત્રણ ટી-20 મેચ રમવાની છે

Top Stories Sports
8 2 3 રોહિત શર્મા વિરાટ કોહલી અને ચેતેશ્વર પૂજારા સાથે ઈંગ્લેન્ડ ન પહોંચ્યા, જાણો શું છે કારણ

ભારતીય ક્રિકેટ ટીમ ગુરુવારે જ ઈંગ્લેન્ડ પ્રવાસ પર પહોંચી ગઈ છે. ઈંગ્લેન્ડ પ્રવાસ પર ટીમ ઈન્ડિયાએ રોહિત શર્માની કેપ્ટન્સીમાં એક ટેસ્ટ, ત્રણ વનડે અને ત્રણ ટી-20 મેચ રમવાની છે. આ માટે વિરાટ કોહલી, ચેતેશ્વર પુજારા અને જસપ્રિત બુમરાહ સહિત લગભગ આખી ટીમ ઈંગ્લેન્ડ પહોંચી ગઈ છે.

જેમાં નવીન વાત એ હતી કે રોહિત શર્મા ઈંગ્લેન્ડ રવાના થઈ રહેલી ટીમ સાથે જોવા મળ્યો ન હતો. એટલે કે તે હજુ ટીમ સાથે ઈંગ્લેન્ડ જવા રવાના થયો નથી. આવી સ્થિતિમાં અનેક પ્રકારની અફવાઓ ઉડવા લાગી હતી. આ સાથે જ રોહિતની ફિટનેસ પર પણ સવાલો ઉઠવા લાગ્યા હતા.

પરંતુ સુત્રોના જણાવ્યા અનુસાર રોહિત શર્મા પોતાના પરિવાર સાથે વેકેશન વિતાવીને પરત ફર્યો છે. તે 20મીએ રિષભ પંત, શ્રેયસ અય્યર સાથે ઈંગ્લેન્ડ જશે. નોંધનીય છે કે આ જ તારીખે, ભારતીય ટીમને પણ બે ટી-20 મેચોની શ્રેણી માટે આયર્લેન્ડ જવા રવાના થવાની છે. આયર્લેન્ડ સીરીઝ માટે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી છે, જેની કેપ્ટન્સી હાર્દિક પંડ્યાને સોંપવામાં આવી છે.

ભારતીય ટેસ્ટ ટીમ

રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, હનુમા વિહારી, ચેતેશ્વર પુજારા, ઋષભ પંત (વિકેટમેન), કેએસ ભરત (વિકેટમેન), રવિન્દ્ર જાડેજા, રવિચંદ્રન અશ્વિન, શાર્દુલ ઠાકુર, મોહમ્મદ શમી, જસપ્રિત બુમરાહ, પ્રણંદ કૃષ્ણા, મોહમ્મદ સિરાજ, ઉમેશ યાદવ.