Retirement/ ઝિમ્બાબ્વેનાં સૌથી વધુ વનડે સદી ફટકારનાર બેટ્સમેને ક્રિકેટને કહ્યુ અલવિદા

2004 માં ડેબ્યૂ કરનાર ટેલર ઝિમ્બાબ્વે માટે ટેસ્ટમાં ચોથા ક્રમે સૌથી વધુ રન બનાવનાર તરીકે પોતાની કારકિર્દીનો અંત લાવશે. તેણે 34 ટેસ્ટમાં ઝિમ્બાબ્વેનું પ્રતિનિધિત્વ કર્યું.

Sports
1 217 ઝિમ્બાબ્વેનાં સૌથી વધુ વનડે સદી ફટકારનાર બેટ્સમેને ક્રિકેટને કહ્યુ અલવિદા

ઝિમ્બાબ્વેનાં વિકેટકીપર-બેટ્સમેન બ્રેન્ડન ટેલરે પોતાની આંતરરાષ્ટ્રીય કારકિર્દીને અલવિદા કરવાનો નિર્ણય કર્યો છે અને જાહેરાત કરી છે કે આયર્લેન્ડ સામે ઝિમ્બાબ્વેની આગામી ત્રીજી વનડે (13 સપ્ટેમ્બરે) તેની અંતિમ હશે. 2004 માં ડેબ્યૂ કરનાર ટેલર ઝિમ્બાબ્વે માટે ટેસ્ટમાં ચોથા ક્રમે સૌથી વધુ રન બનાવનાર તરીકે પોતાની કારકિર્દીનો અંત લાવશે. તેણે 34 ટેસ્ટમાં ઝિમ્બાબ્વેનું પ્રતિનિધિત્વ કર્યું, જેમાં 6 સદી સહિત 2320 રન બનાવ્યા, જ્યારે 45 T20I માં તેણે 6 અડધી સદી સાથે 118.22 ની સ્ટ્રાઈક રેટથી 934 રન બનાવ્યા.

આ પણ વાંચો – સ્વપ્ન રહ્યુ અધૂરું / રશિયાનાં ડેનિલ મેદવેદેવે, નોવાક જોકોવિચનું 21 મું ગ્રાન્ડસ્લેમ ટાઇટલ જીતવાનું સપનું તોડ્યું

બ્રેન્ડન ટેલરે વનડે ક્રિકેટમાં પણ શાનદાર પ્રદર્શન કર્યું છે, જ્યાં તેણે 204 મેચમાં 6677 રન બનાવ્યા હતા. તેણે 11 સદી ફટકારી છે. તે ઝિમ્બાબ્વે માટે સૌથી વધુ વનડે સદી ફટકારનાર બેટ્સમેન પણ છે. રવિવારે ઇન્સ્ટાગ્રામ પર નિવૃત્ત થતાં, 34 વર્ષીય ખેલાડીએ લખ્યું, “ભારે હૃદયથી હું જાહેર કરું છું કે બાંગ્લાદેશ સામેની મેચ મારા પ્રિય દેશ માટે મારી અંતિમ મેચ હશે. 17 વર્ષનું ચરમ ઉચ્ચ અને અત્યંત ઉંચાઇ અને તેને હુ દુનિયા માટે નહી બદલુ, તેણે મને વિનમ્ર થવાનું શીખવ્યુ છે, હંમેશા પોતાને યાદ અપાવવાનું છે કે હુ તે સ્થિતિમાં કેટલો ભાગ્યશાળી હતો જેમા હુ આટલા લાંબા સમય સુધી હતો. શાનથી કપડા પહેરવા અને થોડુ મેદાન પર છોડી દેવુ. મારું લક્ષ્ય હંમેશા ટીમને વધુ સારી સ્થિતિમાં છોડવાનુ હતું. કારણ કે જ્યારે હું 2004 માં પ્રથમ વખત પાછો આવ્યો હતો, મને આશા છે કે મેં તે કર્યું.”

https://twitter.com/BrendanTaylor86/status/1437132403760320521?s=20

આ પણ વાંચો – Cricket / વિરાટ કોહલી Captainship માંથી આપી શકે છે રાજીનામું, આ બની શકે છે ટીમ ઈન્ડિયાનો નવો કેપ્ટન

ટેલરે ઝિમ્બાબ્વે ક્રિકેટ, તેના સાથી ખેલાડીઓ, કોચ, પરિવાર, ચાહકો અને તેની પત્નીનો આભાર માન્યો હતો. તેમણે લખ્યું, “તક માટે આભાર અને હું આશા રાખું છું કે મેં કોઈને કોઇ રીતે મારા દેશને ગૌરવ અપાવ્યું છે. ભૂતકાળમાં અને વર્તમાનમાં મારા સાથી ખેલાડીઓ અને કોચ, હું તમારા બધા માટે દિલથી આભાર માનું છું. ઘરે પાછા આવનારા ચાહકો કે જેઓ વર્ષોથી મારા માટે ખૂબ વફાદાર રહ્યા છે. હું ખૂબ આભારી છું. તેમણે કહ્યુ કે, સાથીઓ કે જેઓ મારી દરેક નિર્ણય પર મારી સાથે રહ્યા છે. છેલ્લે મારી પત્ની અને મારા ચાર સુંદર બાળકો માટે, તમે આ યાત્રામાં મારા માટે ઘણુ બધું ખાસ રાખ્યુ છે અને તે તમારા વિના શક્ય ન થઇ શકતુ. હું મારા આગામી પ્રકરણની રાહ જોઉં છું. હું તમને બધાને ખૂબ જ પ્રેમ કરું છું. “સીરીઝની શરૂઆતની મેચમાં ટેલરે 49 રનની મદદથી ઝિમ્બાબ્વેને આયર્લેન્ડ સામે 1-0ની લીડ અપાવવામાં મદદ કરી હતી.