CHHATISGATH/ પ્રિયંકા ગાંધીને આવકારવા માટે 2 કિલોમીટર સુધી ગુલાબની પાંખડીઓ પથરાઈ

રોડને સજાવવા માટે 6,000 કિલોથી વધુ ગુલાબનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. મારા વરિષ્ઠ નેતાઓને આવકારવા હું હંમેશા કંઈક નવું કરવાનો પ્રયાસ કરું છું. પ્રિયંકાજીનું સ્વાગત કરવા માટે સંમેલન સ્થળના માર્ગ…

Top Stories India
Roses for Priyanka Gandhi

Roses for Priyanka Gandhi: કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધી વાડ્રા પાર્ટીના ત્રણ દિવસીય 85માં સંમેલનમાં હાજરી આપવા માટે શનિવારે છત્તીસગઢના નયા રાયપુર પહોંચ્યા હતા. આ દરમિયાન પ્રિયંકાના સ્વાગત માટે એરપોર્ટની સામેના રસ્તા પર ગુલાબની પાંખડીઓને પાથરવામાં આવી હતી. પ્રિયંકા ગાંધીને આવકારવા માટે લગભગ 2 કિમી સુધી રસ્તાને સજાવવા માટે 6 હજાર કિલોથી વધુ ગુલાબના ફૂલોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. રંગબેરંગી પરંપરાગત વેશભૂષામાં સજ્જ લોક કલાકારોએ પણ ફ્લાવર કાર્પેટની બંને બાજુએ તેમનું પ્રદર્શન રજૂ કર્યું હતું.

છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલ, પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ મોહન મરકમ અને પાર્ટીના અન્ય નેતાઓએ પ્રિયંકા ગાંધી વાડ્રાને આવકાર્યા હતા. કોંગ્રેસ નેતા લગભગ 8.30 વાગ્યે સ્વામી વિવેકાનંદ એરપોર્ટ પર પહોંચ્યા હતા. પ્રિયંકા ગાંધી CM બઘેલ સાથે કારમાં એરપોર્ટથી નીકળી હતી. તેમની સાથે અન્ય નેતાઓના વાહનોનો લાંબો કાફલો પણ હતો. આ દરમિયાન ગાંધીએ શહેરમાં દરેક જગ્યાએ ઊભા રહેલા સમર્થકોનું અભિવાદન કર્યું હતું. પાછળની સીટ પર બેઠેલા CM બઘેલે પણ હાથ હલાવીને સમર્થકોને પ્રોત્સાહિત કર્યા હતા. ખાસ વાત એ છે કે એરપોર્ટથી લગભગ 2 કિમી સુધી રસ્તા પર ગુલાબની પાંખડીઓ પાથરવામાં આવી હતી, સાથે જ સ્થળ પર પહોંચતા જ પાર્ટી સમર્થકોએ પ્રિયંકા ગાંધી વાડ્રા પર ગુલાબનો વરસાદ પણ કર્યો હતો.

2 16 પ્રિયંકા ગાંધીને આવકારવા માટે 2 કિલોમીટર સુધી ગુલાબની પાંખડીઓ પથરાઈ

રાયપુરના મેયર એજાઝ ઢેબરે જણાવ્યું હતું કે, રોડને સજાવવા માટે 6,000 કિલોથી વધુ ગુલાબનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. મારા વરિષ્ઠ નેતાઓને આવકારવા હું હંમેશા કંઈક નવું કરવાનો પ્રયાસ કરું છું. પ્રિયંકાજીનું સ્વાગત કરવા માટે સંમેલન સ્થળના માર્ગ પર વિવિધ સ્થળોએ પ્લેટફોર્મ બનાવવામાં આવ્યા હતા, જ્યાં સમર્થકોએ તેમના પર ગુલાબની વર્ષા પણ કરી હતી. જણાવી દઈએ કે એરપોર્ટથી સત્રના સ્થળ સુધીના રસ્તાને કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓના રંગબેરંગી પોસ્ટરો અને હોર્ડિંગ્સથી શણગારવામાં આવ્યા હતા. ‘ભારત જોડો યાત્રા’ દરમિયાન પ્રચાર કરવામાં આવેલા સંદેશાઓ હોર્ડિંગ્સમાં દેશને એક કરવા અને પ્રેમ ફેલાવવા માટે લખવામાં આવ્યા છે. જણાવી દઈએ કે કોંગ્રેસ નેતા સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી પણ 24 થી 26 ફેબ્રુઆરી દરમિયાન યોજાનાર કોંગ્રેસના રાષ્ટ્રીય અધિવેશનમાં ભાગ લેવા માટે નવા રાયપુર પહોંચ્યા છે.

ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા રાજ્યવર્ધન સિંહ રાઠોડે આ મામલે કોંગ્રેસને ઘેરી છે. રાજ્યવર્ધને ટ્વિટર પર લખ્યું કે, “આજે કોંગ્રેસ અધ્યક્ષે મોટી મોટી વાતો કરી અને થોડા સમય બાદ સંમેલનમાં તેઓ પ્રિયંકાને આવકારવા માટે રસ્તાઓ પર ગુલાબના ફૂલ ફેલાવીને લોકોની મહેનતની કમાણી લૂંટતા જોવા મળ્યા.”

આ પણ વાંચો: Bihar/‘નીતિશ કુમાર માટે બીજેપીના દરવાજા કાયમ માટે બંધ’, અમિત શાહની બિહારમાં ગર્જના

આ પણ વાંચો: Billionaire news/ટોપ-30 ધનિકોની યાદીમાંથી ગૌતમ અદાણી બહાર, એક મહિનામાં જ હચમચી ગયું સામ્રાજ્ય, આટલી સંપત્તિ બાકી