અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન/ બહારથી આવતા તમામને હવે છેલ્લા 72 કલાકમાં કરાવેલો RTPCR ટેસ્ટ ફરજિયાત

ગુજરાત માં કોરોના કેસ સતત વધતા જોવા મળી રહ્યા છે , ત્યારે આ કેસોને  નિયંત્રણમાં લાવવા માટે સરકાર   અથાગ પ્રયત્નો કરી રહી છે . જેમાં અન્ય રાજ્યોમાંથી  અને ગુજરાત બહારથી આવતા તમામ લોકો માટે RTPCR ટેસ્ટ ફરજિયાત લાદવામાં આવ્યો છે. 

Ahmedabad Gujarat
Untitled 47 બહારથી આવતા તમામને હવે છેલ્લા 72 કલાકમાં કરાવેલો RTPCR ટેસ્ટ ફરજિયાત

ગુજરાત માં કોરોના કેસ સતત વધતા જોવા મળી રહ્યા છે , ત્યારે આ કેસોને  નિયંત્રણમાં લાવવા માટે સરકાર   અથાગ પ્રયત્નો કરી રહી છે . જેમાં અન્ય રાજ્યોમાંથી  અને ગુજરાત બહારથી આવતા તમામ લોકો માટે RTPCR ટેસ્ટ ફરજિયાત લાદવામાં આવ્યો છે.  અમદાવાદ માં  પ્રવેશ માટે તમામ લોકો માટે ફરજિયાત આરટીપીસીઆર ટેસ્ટ રિપોર્ટ ફરજિયાત કરાયો છે.

અમદાવાદ વાસીઓ માટે RTPCR રિપોર્ટમાંથી તંત્રે જે રાહત 5 એપ્રિલે આપી હતી તે નિર્યણને એએમસી દ્વારા રદ કરાયો છે. હવે ગુજરાત બહારથી આવતા તમામ લોકોને છેલ્લા 72 કલાકની અંદર કરાવેલો RTPCR રિપોર્ટ ફરજિયાત બતાવવો પડશે.રાજ્યના મુખ્યમંત્રી વિજયરૂપાણીની અધ્યક્ષતામાં મળેલી બેઠક બાદ રાજ્યમાં કોરોના સંક્રમણને અટકાવવા કડક નિયમો અમલમાં મૂક્યા છે.

જેમાં રાજ્યમાં 8 મહાનગરો ઉપરતાં 29 શહેરોમાં નિયમો લાગુ કરાયા છે. રાજ્યમાં હવે 36 શહેરોને નિયંત્રણ હેઠળ લાવવામાં આવ્યા છે. 6 મેથી 12 મે સુધી નિયમો લાગુ કરાયા છે. રાત્રે 8 વાગ્યાથી 6 વાગ્યા સુધી કરફ્યૂ લાગુ કરાયા છે. રાધનપુર, કડી વિસનગરમાં ડીસા, અંકલેશ્વર, વાપી, મોડાસામાં પણ નિયમો લાગુ કરાયા છે.ધાર્મિક સંસ્થાનો બંધ રહેશે. ખાનગી, સરકારી કચેરીઓમા 50 ટકાસ્ટાફ સાથે દુકાનો ઓફિસો ખુલ્લી રહેશે.