World Cup 2023/ ભારત સામેની હાર બાદ શ્રીલંકન ક્રિકેટમાં ખળભળાટ, સરકારે લીધો મોટો નિર્ણય

વર્લ્ડ કપ 2023માં ભારતે શ્રીલંકાને 302 રને હરાવ્યું હતું, જે બાદ શ્રીલંકા ક્રિકેટ બોર્ડમાં ખળભળાટ મચી ગયો હતો.

Top Stories Sports
YouTube Thumbnail 2023 11 06T121406.752 ભારત સામેની હાર બાદ શ્રીલંકન ક્રિકેટમાં ખળભળાટ, સરકારે લીધો મોટો નિર્ણય

વર્લ્ડ કપ 2023માં ભારતે શ્રીલંકાને 302 રને હરાવ્યું હતું, જે બાદ શ્રીલંકા ક્રિકેટ બોર્ડમાં ખળભળાટ મચી ગયો હતો. એક મીડિયા રિપોર્ટ અનુસાર,આ મામલો એટલો વધી ગયો કે સરકારે સોમવારે શ્રીલંકા ક્રિકેટ બોર્ડના વહીવટને બરતરફ કરી દીધો.

નોંધનીય છે કે,ભારત સામેની હાર બાદ રણસિંઘ દ્વારા શમ્મી સિલ્વાના નેતૃત્વવાળી SLCમાંથી રાજીનામું માગ્યા બાદ આ કાર્યવાહી કરવામાં આવી હતી. હાર બાદ સિલ્વા પ્રશાસનના રાજીનામાની માગ સાથે SLC કેમ્પસની સામે પ્રદર્શન પણ કરવામાં આવ્યું હતું.

મીડિયા રિપોર્ટ અનુસાર, શ્રીલંકાના ખેલ મંત્રી રોશન રણસિંઘે પૂર્વ વર્લ્ડ કપ વિજેતા કેપ્ટન અર્જુન રણતુંગાના નેતૃત્વમાં વચગાળાની સાત સભ્યોની સમિતિની નિમણૂક કરી હતી. આ સિવાય રમતગમત મંત્રાલય તરફથી એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે રણસિંઘે દ્વારા 1973ના સ્પોર્ટ્સ એક્ટ નંબર 25 હેઠળ કમિટીની નિમણૂક કરવામાં આવી છે. રાણાસિંઘે દ્વારા નિયુક્ત નેશનલ સ્પોર્ટ્સ કાઉન્સિલના વડા રણતુંગા સિલ્વા પ્રશાસન પર સવાલો ઉઠાવી રહ્યા છે. સિલ્વા મે મહિનામાં સતત ત્રીજા કાર્યકાળ માટે SLC ચીફ તરીકે ચૂંટાયા હતા જે 2025 સુધી ચાલવાના હતા.

ઉલ્લેખનીય છે કે, બે નવેમ્બરે વર્લ્ડ કપ 2023માં ભારત અને શ્રીલંકા વચ્ચે મેચ રમાઈ હતી. આ મેચમાં શ્રીલંકાની ટીમ માત્ર 55 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. જે બાદ ટીમના કોચ અને મેનેજમેન્ટ પર અનેક સવાલો ઉઠી રહ્યા છે. જો કે મેચ બાદ ટીમના હેડ કોચ પણ ખેલાડીઓનો બચાવ કરતા જોવા મળ્યા હતા.


આ પણ વાંચો: Gold Silver Price Today/ ધનતેરસ પહેલા સોના અને ચાંદીના ભાવ ઘટ્યા, ખરીદતા પહેલા જાણો આજના ભાવ…

આ પણ વાંચો: Gujarat-Heartattack/ રાજ્યના આઠ જિલ્લામાં હાર્ટએટેકના બનાવ અને 11ના મોત

આ પણ વાંચો: Israel Hamas War/ યુદ્ધ વચ્ચે UAEનું મોટું પગલું, ગાઝામાં ઓપરેશન ‘ગેલન્ટ નાઈટ 3’ શરૂ