Not Set/ પહેલા બર્માથી આવેલા રુપાણી સાહેબ પોતાની નાગરીકતા સાબિત કરે, પછી ગુજરાતનાં લોકો પાસે માંગણી કરે : MLA મેવાણી

દેશભરમાં જે કાયદાને લઇને ઠેરઠેર વિરોધો થઇ રહ્યા છે અને અનેક જગ્યાએ જીદ પર અડગ વિરોધ કરતાઓ હિંસક વિરોધ પર પણ ઉતરી આવ્યા છે, તો દેશનાં કેરલ જેવા અનેક રાજ્યો આ કાયદો લાગુ ન કરવા માટે પોતાની વિધાનસભામાં ઠરાવ પણ પાસ કરી ચૂક્યા છે તો કોઇ રાજ્યો આવા ઠરાવ પાસ કરવાની તૈયારીમાં છે. સામે પક્ષે […]

Top Stories Gujarat
pjimage 1 2 પહેલા બર્માથી આવેલા રુપાણી સાહેબ પોતાની નાગરીકતા સાબિત કરે, પછી ગુજરાતનાં લોકો પાસે માંગણી કરે : MLA મેવાણી
દેશભરમાં જે કાયદાને લઇને ઠેરઠેર વિરોધો થઇ રહ્યા છે અને અનેક જગ્યાએ જીદ પર અડગ વિરોધ કરતાઓ હિંસક વિરોધ પર પણ ઉતરી આવ્યા છે, તો દેશનાં કેરલ જેવા અનેક રાજ્યો આ કાયદો લાગુ ન કરવા માટે પોતાની વિધાનસભામાં ઠરાવ પણ પાસ કરી ચૂક્યા છે તો કોઇ રાજ્યો આવા ઠરાવ પાસ કરવાની તૈયારીમાં છે. સામે પક્ષે કેન્દ્વ સરકાર દ્વારા પણ ગૃહમંત્રીનાં માધ્યમથી સ્પષ્ટ કરી દેવામાં આવ્યું છે કે, ગમે તેટલા ધમપછાડા કરો કાયદો લાગુ કરવામાં આવશે જ અને સરકાર આ મામલે તસુભાર પણ પાછળ હટસે નહી.
તમામ હકીકતોની સાથે સાથે ગુજરાતમાં જ્યાં કેન્દ્રની જેમ ભાજપની સરકાર છે અને ખાસ કરીને અહીં દેશનાં બીજા રાજ્યો જેટલી આ કાયદાની વ્યાપક અસરો પણ નથી જોવામાં આવી રહી, તે ગુજરાત સરકાર દ્રારા આ કાયદો લાગુ કરવા માટે એક દિવસીય વિધાનસભા બોલાવવાની કવાયતો શરુ કરવામાં આવતા. ગુજરાતમાં આ કાયદાને કેવી રીતે અમલમાં લાવવો તેના માટે 10 જાન્યુઆરીએ વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે.

ગુજરાત સરકારનાં આ વલણને કારણે ગુજરાતનાં અપક્ષ ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ સીધુ જ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી વિજય રુપાણી પર તીર છોડ્યું છે. મેવાણી દ્વારા આકરા પ્રહાર કરતા કહેવામાં આવ્યું છે કે, મ્યાનમાર કે જે બર્મા તરીકે પૂર્વે પ્રસિદ્ધ હતું, ત્યાં થી આવનાર વિજય રુપાણી સાહેબ પહેલા પોતાની અને પોતાના પરિવારની નાગરિક્તા સિદ્ધ કરનારા દસ્તાવેજ ગુજરાતની પ્રજાને દેખાડે અને ત્યા પછી જ ગુજરાતની સાડા  છ કરોડ જનતા પાસે આ કાયદા અંતર્ગત નાગરિક્તા સિદ્ધ કરવા માટેના દસ્તાવેજ માંગે.
આપને જણાવી દઇએ કે, કેન્દ્ર સરકાર તરફથી લોકસભા અને રાજ્યસભામાં પાસ થયેલા નાગરિક્તા કાયદાને ગુજરાતમાં લાગુ કરવા માટે વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. આ કાયદાનો વિરોધ કરવાની જિજ્ઞેશ મેવાણીએ ચીમકી આપી છે. આ મામલે CAA અને NRCનો વિરોધ કરતી કોંગ્રેસનું વિધાનસભામાં કેવું વલણ રહેશે તે વધારે રસસ્પદ અને રહસ્યસ્પદ રહેશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામઅને યુટ્યુબપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે ડાઉનલોડ કરો “મંતવ્યન્યૂઝની નવી મોબાઇલ એપ્લિકેશન.