Not Set/ અમેરિકાએ ક્રૂઝ મિસાઇલનું પરિક્ષણ કરતા ખળભળાટ, રશિયા-ચીન નારાજ

ઉત્તર કોરીઆનો માથા ફરેલો શાસક કિમ જોંગ ઉન તો, અમેરીકાનાં ડરે મિસાઇલ પરિક્ષણ કરતો બંધ ન થયો. પણ ઉલટું, અમેરીકા જ મિસાઇલ પરિક્ષણ કરવા લાગ્યું તેવો ક્યાસ હાલ જોવામાં આવી રહ્યો છે. અમેરિકાએ ક્રૂઝ મિસાઇલનું પરિક્ષણ કરતા ખળભળાટ મચી જવા પામ્યો છે. મધ્યમ અંતરની પરમાણુ સંધિ “ઇન્ટરમિડિયેટ રેન્જ ન્યુકિલઅર ફોર્સિસ ટ્રિટી”થી અલગ થયા પછી અમેરિકાએ […]

World
us miseile અમેરિકાએ ક્રૂઝ મિસાઇલનું પરિક્ષણ કરતા ખળભળાટ, રશિયા-ચીન નારાજ

ઉત્તર કોરીઆનો માથા ફરેલો શાસક કિમ જોંગ ઉન તો, અમેરીકાનાં ડરે મિસાઇલ પરિક્ષણ કરતો બંધ ન થયો. પણ ઉલટું, અમેરીકા જ મિસાઇલ પરિક્ષણ કરવા લાગ્યું તેવો ક્યાસ હાલ જોવામાં આવી રહ્યો છે. અમેરિકાએ ક્રૂઝ મિસાઇલનું પરિક્ષણ કરતા ખળભળાટ મચી જવા પામ્યો છે.

મધ્યમ અંતરની પરમાણુ સંધિ “ઇન્ટરમિડિયેટ રેન્જ ન્યુકિલઅર ફોર્સિસ ટ્રિટી”થી અલગ થયા પછી અમેરિકાએ પ્રથમ વખત મંધ્યમ અંતરની ક્રૂઝ મિસાઇલનું પરિક્ષણ કર્યુ હતું. આઇએનએફ સંધિથી અલગ થયાના એક સપ્તાહ પછી જ અમેરિકાએ મિસાઇલનું પરીક્ષણ કર્યુ છે.

Americas Tomahawk missiles અમેરિકાએ ક્રૂઝ મિસાઇલનું પરિક્ષણ કરતા ખળભળાટ, રશિયા-ચીન નારાજ

જો કે, ચીન અને રશિયાએ મધ્યમ અંતરની ક્રૂઝ મિસાઇલનું પરિક્ષણ કરવા બદલ અમેરિકાની ટીકા કરી છે. બંને દેશોએ અમેરિકાના મિસાઇલ પરીક્ષણની ટીકા કરતા ચેતવણી આપી છે કે, વિશ્વમાં સૈન્ય તંગદિલી વધશે અને વિશ્વના દેશો વચ્ચે ફરી એક વખત શસ્ત્રોની હોડ શરૂ થઇ જશે.

putin jinping અમેરિકાએ ક્રૂઝ મિસાઇલનું પરિક્ષણ કરતા ખળભળાટ, રશિયા-ચીન નારાજ

અમેરિકાના સંરક્ષણ વિભાગ પેન્ટાગોનએ આ અંગંની જાહેરાત કરતા જણાવ્યું હતું કે, રશિયા સાથેના શીત યુદ્ધ પછી થયેલી સંધિથી અલગ થયા પછી અમે મધ્યમ અંતરની ક્રૂઝ મિસાઇલનું સફળ પરિક્ષણ કર્યુ છે. આ મિસાઇલને અમેરિકન નેવીના નિયંત્રણ હેઠળના નિકોલસ દ્વીપથી લોન્ચ કરવામાં આવ્યું હતું.

Regulus missile અમેરિકાએ ક્રૂઝ મિસાઇલનું પરિક્ષણ કરતા ખળભળાટ, રશિયા-ચીન નારાજ

પેન્ટાગોને એક નિવેદનમાં જણાવ્યું હતું કે આ મિસાઇલ ગ્રાઉન્ડ મોબાઇલ લોન્ચરથી છોડવામાં આવી હતી અને તેણે 500 કિમી દૂર આવેલા પોતાના નિર્ધારિત લક્ષ્‍યાંકને લક્ષ્‍ય બનાવ્યું હતું. પેન્ટાગોન દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર મિસાઇલે પોતાનું લક્ષ સફળતા પૂર્વક પાર પાડતા આ પરિક્ષણ સફળ રહ્યુ છે.

જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ પર……

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.