Russia-Ukraine war/ વોલોડિમિર ઝેલેન્સ્કી તેના દેશવાસીઓની લાશો અને તેના રાષ્ટ્રના કાટમાળનો ભાર ઉપાડી શકશે  ?

એક દિવસ યુદ્ધ ખતમ થશે, નેતાઓ હાથ મિલાવશે. પરંતુ તમામ વૃદ્ધ માતાઓ તેમના શહીદ પુત્રની રાહ જોતી રહેશે. પત્નીઓ તેમના શહીદ પતિઓની રાહ જોતી રહેશે – બાળકો તેમના બહાદુર પિતાને શોધતા રહેશે. 

Mantavya Exclusive
ઝેલેન્સ્કી તેના દેશવાસીઓની લાશો અને તેના રાષ્ટ્રના કાટમાળનો ભાર ઉપાડી શકશે  ?

આ યુક્રેનની હાર નથી, તેની નિષ્ફળતા છે. યુદ્ધના ઇતિહાસમાં એક મોટી નિષ્ફળતા. યુક્રેનની આ નિષ્ફળતા માટે રશિયા જવાબદાર નથી, ખુદ યુક્રેનના રાષ્ટ્રપતિ જ જવાબદાર છે. ઝેલેન્સકી તેના દેશને આગ લગાડવા માટે, આ વિનાશ અને દુર્ઘટનાના સ્મૃતિચિહ્નો લોકો સમક્ષ રજૂ કરવા માટે જવાબદાર છે. તમારા પોતાના હાથે તમારા દેશને નિષ્ફળતાના આ ઇતિહાસની ભેટ આપવા માટે કદાચ લોકો તેમણે જ જવાબદાર ગણાશે.  તેમણે પોતાના દેશને ‘મોતના ખપ્પર’ માં હોમી દીધું છે.

UN: Ukraine conflict death toll hits 2,600, civilians 'trapped inside  conflict zones' — RT World News

યુક્રેન વિશ્વના 30 દેશોના જૂથ (નાટો)માં સામેલ કરવા માટે મક્કમ છે જે માત્ર એક ‘ગુંડા’ ગેંગ સિવાય બીજું કંઈ નથી. દુઃખની વાત એ છે કે જ્યારે સમય આવ્યો ત્યારે આ (નાટો) ગુંડાઓની ટોળકી કામ કરી શકી નથી અને ન તો અમેરિકાને તેનો સાથ મળ્યો છે. જો કે યુક્રેન એ યુધ્ધ પહેલા જ અફઘાનિસ્તાન ની પ્રજાની હાલત અને અમેરિકી મુત્સદ્દીગીરી ઉપર એક નજર નાખવાની જરુર હતી. તાલિબાન સામે અમેરિકાએ કેમ હથિયાર હેઠા મૂક્યા એ જાણવાની જરૂર હતી. ?

Ukraine civil war death toll 1,100, over 3,500 wounded - UN — RT World News

ઝેલેન્સકીએ વૈશ્વિક મુત્સદ્દીગીરીના તેની સ્ટેન્ડ-અપ કોમેડી માટે સ્ટેજ તરીકે લીધો હોય તેમ લાગી રહ્યું  છે. પણ તેઓ ભૂલી ગયા કે આ  કોમેડી માટેનો સ્ટેજ નથી. આ રીઅલ જિંદગી છે. અને તેના પ્રદર્શનના પરિણામો એટલા ગંભીર અને ભયાનક બની ગયા છે કે દુનિયા સમજી શકતી નથી કે તેના પર હસવું કે શોક કરવો. આ બધી દુર્ઘટના વચ્ચે, ઝેલેન્સકીને હવે શું કરવું તે સમજવા માટે સેમી જ નથી. તેમણે જાની જોઈ પોતાની જ પ્રજાને મોતના મુખમાં નાખી છે.

How Life Goes on During Wartime in Eastern Ukraine | Time

તેઓ એટલા નશામાં છે કે તેઓએ તેમના નાગરિકોને શસ્ત્રો ઉપાડીને રશિયન સેના સાથે લડવાનો આદેશ આપ્યો છે, જે રશિયન સેના યુક્રેનના આકાશમાં ‘ગીધ’ની જેમ ફેલાય છે. અને આપણા નાગરિકો કે જેઓ તેમના બાળકો, મહિલાઓ અને વૃદ્ધોના જીવ બચાવવા છેલ્લા 48 કલાકથી પોતાનું લહુ વહાવી રહ્યા છે.  તે કોઈપણ રાષ્ટ્રપતિ આટલા લાપરવાહ કેવી રીતે હોઇ શકે ? જ્યારે તેમના સીરે પ્રજાના જાનમાલ અને રક્ષણની જવાબદારી હોય ? તેમણે યુધ્ધ પહેલા જ રશિયાની શક્તિની નો અંદાજો લગાવવાની જરુરુ હતી. ? અને તેને અનુરૂપ દેશની પ્રજાની કાળજી તેમની પહેલી જવાબદારી હતી.

Взрыв на химическом заводе в Донецке - последние новости сегодня - РИА  Новости

અથવા તો પછી ‘જિંદગી ઔર જંગ મૈ સબ જાયજ હૈ ‘ ની માફક કોઈ એવી યુક્તિ કે ચાલાકી અજમાવતા કે પોતાના દેશની જીત થાય અને રશિયન આર્મીને  જડબાતોડ જવાબ આપે. પરંતુ તેઓ એ આજે ચાર દિવસ થયા પણ કોઈ યુક્તિની જગ્યાએ પોતાના દેશના નિર્દોષ નાગરિકોને જ જંગમાં ઉતરવા માટે મજબૂર કર્યા. યુધ્ધ લાગણીના જોરે નહીં તાકાત અને ચળકીથી જ જીતી શકાય છે. અને આટલી નાની વાત ઝેલેન્સકી કેમ ના સમજી શક્યા. પોતાની મહત્વકાંક્ષા માટે પોતાની ઉપર વિશ્વાસ મૂકનાર પ્રજા ને જ મોતના ખપ્પરમાં હોમી દીધી. વાસ્તવમાં, તેઓ ત્યારે જ હાર્યા જ્યારે રશિયાએ તેની બંદૂકનો ઇશારો કરીને યુક્રેન પર પ્રથમ ગોળી ચલાવી. જે બાદ છેલ્લા ચાર દિવસથી ઝેલેન્સકી તેના દેશવાસીઓના મૃતદેહો અને તેના રાષ્ટ્રનો કાટમાળ ઉપાડી રહ્યા છે. 

UN chief 'gravely concerned' as civilian death toll from Ukraine conflict  continues to rise | | UN News

એક લેખકે લખ્યું છે કે, એક દિવસ યુદ્ધ ખતમ થશે, નેતાઓ હાથ મિલાવશે. પરંતુ તમામ વૃદ્ધ માતાઓ તેમના શહીદ પુત્રની રાહ જોતી રહેશે. પત્નીઓ તેમના શહીદ પતિઓની રાહ જોતી રહેશે – બાળકો તેમના બહાદુર પિતાને શોધતા રહેશે.  મને ખબર નથી કે મારા દેશ માટે આ સોદો કોણે કર્યો હતો, પરંતુ હું સ્પષ્ટપણે જોઈ શકું છું કે કોણ કિંમત ચૂકવી રહ્યું છે.

યુક્રેનના રાષ્ટ્રપતિની પત્ની છે ખૂબ જ સુંદર, તસવીરોમાં જુઓ તેમનો સુખી પરિવાર

રશિયાના હુમલાથી યુક્રેનમાં ભારે તબાહી, ખંડેર બની ઇમારતો, જુઓ 10 વિલક્ષણ તસવીરો

આવી દેખાય છે પુતિનની અનૌરસ દીકરી, એક પોસ્ટે રશિયન રાષ્ટ્રપતિની ખોલી નાખી હતી પોલ