SCO Meeting/ જયશંકરે ભણાવ્યો પાઠ, 1 ફૂટ દૂર બેઠેલા પાક. વિદેશ મંત્રી સાથે વાત પણ નાં કરી 

તાશ્કંદમાં યોજાયેલી આ SCO બેઠકમાં તમામ 8 સભ્ય દેશોના વિદેશ મંત્રીઓએ હાજરી આપી હતી. પરંતુ એસ જયશંકરે આ દરમિયાન પાકિસ્તાનના વિદેશ મંત્રી તરફ નજર પણ કરી ન હતી.

Top Stories India
તાશ્કંદમાં યોજાયેલી આ SCO બેઠકમાં તમામ 8 સભ્ય દેશોના વિદેશ મંત્રીઓએ હાજરી આપી હતી. પરંતુ એસ જયશંકરે વિદેશ મંત્રી

ભારત અને પાકિસ્તાન વચ્ચે સતત વૈમનશ્ય વધતું જઈ રહ્યું છે. ભારત આતંકવાદના મુદ્દે આંતરરાષ્ટ્રીય મંચોમાં પણ પાકિસ્તાનને ઠપકો આપે છે. આમ છતાં પાકિસ્તાન તરફથી આ મામલામાં કોઈ સુધારો થયો નથી. પાકિસ્તાની સેના આતંકવાદીઓને ભારતમાં ઘૂસણખોરી કરવા અને આતંક ફેલાવવામાં મદદ કરે છે. આ દરમિયાન ઉઝબેકિસ્તાનના તાશ્કંદમાં યોજાયેલી શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશનની બેઠકમાં ભારતે પાકિસ્તાનને પાઠ ભણાવ્યો છે. જેમાં વિદેશ મંત્રી એસ જયશંકર અને પાકિસ્તાનના વિદેશ મંત્રી બિલાવલ ભુટ્ટો ઝરદારીએ ભાગ લીધો હતો. પરંતુ એસ જયશંકરે તેમની સાથે વાત કરી ન હતી અને તેમને મળ્યા ન હતા.

મીટિંગમાં બંને વિદેશ મંત્રી નજીકમાં બેઠા હતા, પરંતુ આ દરમિયાન પણ બંને વચ્ચે કોઈ વાતચીત થઈ ન હતી. તાશ્કંદમાં યોજાયેલી આ SCO બેઠકમાં તમામ 8 સભ્ય દેશોના વિદેશ મંત્રીઓએ હાજરી આપી હતી. પરંતુ એસ જયશંકરે આ દરમિયાન પાકિસ્તાનના વિદેશ મંત્રી તરફ નજર પણ કરી ન હતી. આ ઘટના બાદ પાકિસ્તાનના મીડિયામાં દાવો કરવામાં આવી રહ્યો છે કે બેક ચેનલ દ્વારા બંને દેશો વચ્ચે વાતચીત શરૂ થઈ ગઈ છે.

વાત થઈ ન હતી
બિલાવલ ભુટ્ટો ઝરદારીએ એપ્રિલમાં જ પાકિસ્તાનના વિદેશ મંત્રી તરીકેનો કાર્યભાર સંભાળ્યો હતો. આવી સ્થિતિમાં, એસસીઓની બેઠક એકમાત્ર એવી ઘટના હતી જ્યાં તેઓ પ્રથમ વખત હાજરી આપી રહ્યા હતા. પાકિસ્તાનના અખબાર ડૉન અનુસાર તાશ્કંદમાં યોજાયેલી SCOની બેઠકમાં બંને વિદેશ મંત્રીઓ વચ્ચે મુલાકાત થવાની આશા હતી. જયશંકર અને બિલાવલ ભુટ્ટો વચ્ચે એસસીઓની બેઠક દરમિયાન ઉઝબેકિસ્તાનના રાષ્ટ્રપતિની ડિનર પાર્ટીમાં કોઈ વાત થઈ ન હતી.

ચાબહાર પોર્ટ વિશે
આઠ દેશોના જૂથની વિદેશ મંત્રી સ્તરની બેઠકમાં તેમના સંબોધનમાં, જયશંકરે SCOના આર્થિક ભવિષ્ય માટે ચાબહાર પોર્ટની સંભવિતતાને પણ રેખાંકિત કરી હતી. જયશંકરે એસસીઓની બેઠકમાં કહ્યું કે વૈશ્વિક ઉર્જા અને ખાદ્ય સંકટને પહોંચી વળવાની તાતી જરૂરિયાત છે. કઝાકિસ્તાન, કિર્ગિસ્તાન, તાજિકિસ્તાન અને ઉઝબેકિસ્તાનના વિદેશ મંત્રીઓએ પણ કોન્ફરન્સમાં ભાગ લીધો હતો. તેઓએ 15-16 સપ્ટેમ્બરે સમરકંદમાં આગામી SCO સમિટની તૈયારીઓ અંગે ચર્ચા કરી. વડા પ્રધાન નરેન્દ્ર મોદી, ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ, રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અને જૂથના અન્ય નેતાઓ સમિટમાં હાજરી આપે તેવી અપેક્ષા છે.

અમદાવાદ/ ઈઝ ઓફ લિવિંગ વધારવાની રાજ્ય સરકારની નેમ, ૮૧ તળાવો AMCને જનહિત વિકાસ કામો માટે ફાળવ્યા