Sabarkantha News: સાબરકાંઠા જિલ્લામાં ચાંદીપુરા વાયરસ (Sabarkantha Chandipura Virus)ને લઈને ચિંતાજનક સ્થિતિ સામે આવી છે. જિલ્લાના હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં ચાંદીપુરા વાયરસ (Sabarkantha Chandipura Virus)ના પાંચ શંકાસ્પદ કેસ નોંધાતા આરોગ્ય વિભાગ સતર્ક બન્યો છે. આ દરમિયાન 6 વર્ષના એક બાળકનું મોત થતાં આરોગ્ય તંત્રમાં દોડધામ મચી ગઈ છે.
પ્રાપ્ત માહિતી મુજબ મૃતક બાળક ચાર દિવસ પહેલાં રાજસ્થાનથી સાબરકાંઠા આવ્યો હતો. બાળકમાં ચાંદીપુરા વાયરસ (Sabarkantha Chandipura Virus) જેવા લક્ષણો જોવા મળ્યા બાદ તેને સારવાર માટે હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. સારવાર દરમિયાન બાળકનું મોત થયું હોવાનું સામે આવ્યું છે.
Sabarkantha Chandipura Virus: હિંમતનગરમાં 5 શંકાસ્પદ કેસ
હાલ સુધી નોંધાયેલા પાંચ શંકાસ્પદ કેસોમાંથી બે દર્દીઓના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે, જ્યારે અન્ય બે દર્દીઓના સેમ્પલના રિપોર્ટની રાહ જોવામાં આવી રહી છે. આરોગ્ય વિભાગ દ્વારા તમામ કેસ પર નજીકથી નજર રાખવામાં આવી રહી છે અને જરૂરી તબીબી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
બાળકના મોત બાદ જિલ્લા આરોગ્ય વિભાગ વધુ સતર્ક બન્યું છે. સંભવિત અસરગ્રસ્ત વિસ્તારોમાં સર્વેલન્સ વધારવાની સાથે લોકોને સાવચેતી રાખવા અને તાવ, ઉલ્ટી, બેભાન થવું અથવા અન્ય ગંભીર લક્ષણો દેખાય તો તરત નજીકના આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરવાની અપીલ કરવામાં આવી છે.
આરોગ્ય વિભાગનું કહેવું છે કે તમામ શંકાસ્પદ કેસોની તપાસ ચાલી રહી છે અને લેબોરેટરીના અંતિમ રિપોર્ટના આધારે આગળની કાર્યવાહી કરવામાં આવશે. હાલ લોકોને ગભરાવાની જરૂર નથી, પરંતુ સાવચેતી રાખવી જરૂરી છે.
આ પણ વાંચો:ગોધરામાં ચાંદીપુરા વાયરસથી 3 અને 4 વર્ષના બે બાળકોના મોત, 682 આરોગ્ય ટીમો એક્શનમાં
આ પણ વાંચો:ચાંદીપુરા અને એન્સિફિલાઇટિસથી 101 બાળકોના મોતનો સ્વીકાર કરતી સરકાર
આ પણ વાંચો:ચાંદીપુરા વાયરસ બાદ માલ્ટા તાવનું જોખમ વધ્યું, જાણો આ બિમારીના લક્ષણો વિશે
