Not Set/ જૂનું બસ સ્ટેશન તોડી કામચલાઉ બસ સ્ટેશન શરૂ કરાયું, ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનની દહેશત

સાબરકાંઠા, સાબરકાંઠા જીલ્લાના ખેડબ્રહ્મામાં બસ સ્ટેશનને તોડીને નવુ બનાવવામાં આવી રહ્યું છે.હાલ તેની કામગીરી ચાલુ હોવાને કારણે કામચલાઉ બસ સ્ટેશન શરુ કરવામાં આવ્યુ છે  બસો જ્યાંથી ઉપડે છે. તે બસ સ્ટેશને કોઈપ્રકારની સુવિધા નથી..ઉપરાંત દિવસભર બસોની અવરજવરને કારણે માટી ઉડતી રહેતી હોય છે જેના કારણે રોજીંદા મુસાફરોને ઉધરસ તેમજ ફેફસાની બિમારી લાગૂ પડે તો નવાઈ […]

Top Stories Gujarat Others Videos
mantavya 94 જૂનું બસ સ્ટેશન તોડી કામચલાઉ બસ સ્ટેશન શરૂ કરાયું, ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનની દહેશત

સાબરકાંઠા,

સાબરકાંઠા જીલ્લાના ખેડબ્રહ્મામાં બસ સ્ટેશનને તોડીને નવુ બનાવવામાં આવી રહ્યું છે.હાલ તેની કામગીરી ચાલુ હોવાને કારણે કામચલાઉ બસ સ્ટેશન શરુ કરવામાં આવ્યુ છે  બસો જ્યાંથી ઉપડે છે. તે બસ સ્ટેશને કોઈપ્રકારની સુવિધા નથી..ઉપરાંત દિવસભર બસોની અવરજવરને કારણે માટી ઉડતી રહેતી હોય છે જેના કારણે રોજીંદા મુસાફરોને ઉધરસ તેમજ ફેફસાની બિમારી લાગૂ પડે તો નવાઈ નહીં.

આથી કામચલાઉ બસ સ્ટેશન આગળ ડામર પાથરવામાં આવે તેવી રોજીંદા મુસાફરો માંગ કરી રહયા છે. ખેડબ્રહ્મા શહેર એ સાબરકાંઠા જીલ્લાનુ યાત્રાધામ હોવાથી બસ સ્ટેશનની ખૂબજ નજીક મા જગદંબાનું મંદિર હોવાથી દિવસભર મોટી સંખ્યામાં મુસાફરો દર્શનાર્થે આવતા હોય છે. જો સમયસય ડામરકામ, સમય પત્રક કે સમય મુજબ એસટી બસ નહીં ઉપડે તો આવનારા સમયમાં મુસાફરો ગાંધી ચિંધ્યા માગેઁ આંદોલન કરે તેવી દહેશત સેવાઈ રહી છે.