Not Set/ સાબરકાંઠા: ગુહાઈ ડેમમાં માત્ર ૧૩ ટકા જ પાણીનો જળસ્ત્રાવ બચ્યો

સાબરકાંઠા, સાબરકાંઠા જીલ્લામાં હિમતનગર સહીત આસપાસના ૭૦થી વધુ ગામડાઓ માટે ગુહાઈ જળાશય યોજના પીવાનું તેમજ સિંચાઈનું પાણી પૂરું પાડે છે, જોકે હાલમાં સમગ્ર ગુજરાતમાં પાણીના પોકાર ઉભા થવાની દહેશત છે. ત્યારે સાબરકાંઠા જીલ્લામાં હિમતનગર સહીતના વિસ્તારોમાં પીવાના પાણીની સમસ્યા ન સર્જાય તેવી સ્થિતિ નિર્માણ પાણી છે. ત્યારે ગત વર્ષે ઓછા વરસાદને પગલે ગુહાઈ ડેમમાં માત્ર […]

Top Stories Gujarat Others Videos
mantavya 208 સાબરકાંઠા: ગુહાઈ ડેમમાં માત્ર ૧૩ ટકા જ પાણીનો જળસ્ત્રાવ બચ્યો

સાબરકાંઠા,

સાબરકાંઠા જીલ્લામાં હિમતનગર સહીત આસપાસના ૭૦થી વધુ ગામડાઓ માટે ગુહાઈ જળાશય યોજના પીવાનું તેમજ સિંચાઈનું પાણી પૂરું પાડે છે, જોકે હાલમાં સમગ્ર ગુજરાતમાં પાણીના પોકાર ઉભા થવાની દહેશત છે.

ત્યારે સાબરકાંઠા જીલ્લામાં હિમતનગર સહીતના વિસ્તારોમાં પીવાના પાણીની સમસ્યા ન સર્જાય તેવી સ્થિતિ નિર્માણ પાણી છે. ત્યારે ગત વર્ષે ઓછા વરસાદને પગલે ગુહાઈ ડેમમાં માત્ર ૩૦ ટકા જ પાણી સંગ્રહિત થયું હતું.

જોકે હાલમાં ડેમ માં માત્ર ૧૩ ટકા જ પાણીનો જળસ્ત્રાવ બચ્યો છે, ત્યારે આગામી સમયમાં પીવાના પાણીની સ્થિતિ અગે સ્થાનિક સિંચાઈ અધિકારી દ્વારા જણાવ્યું હતું કે, આગામી ૮ માસ સુધી જીલ્લાના ૭૦ થી વધુ ગામ અને હિમતનગર સીટી માટે ગુહાઈ જળાશય યોજના પાણી પૂરું કરી શકે તેમ છે.

તેમજ હાલમાં પાણી પુરવઠા દ્વારા જરૂરીયાતથી વધુ પાણી ખેચાય છે, જો કે હાલમાં આટલી ગંભીર સ્થિતિ હોવા છતાં પાણીપુરવઠા બોર્ડના છેલા બે વર્ષના બાકી ૪ કરોડથી બાકી રકમ હજુ બાકી જ છે, જોકે સિંચાઈ વિભાગ દ્વારા આગામી સમયમાં હજુ વધુ એક નોટીસ આપવાની રજૂઆત કરાઈ છે જોકે અંગે કોઈ ઠોસ પગલા ભરાયા નથી.