Not Set/ મમતાનો વધુ એક માસ્ટર સ્ટ્રોક, પશ્ચિમ બંગાળમાં બંધ કરી “આયુષ્યમાન ભારત યોજના”

કલકત્તા, પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જીએ આયુષ્માન ભારત યોજનાથી દૂર થવાનો નિર્ણય કર્યો છે. સાથે સાથે જાહેરાત કરી છે કે, હવે રાજ્ય યોજના માટે ૪૦ ટકા ફંડની રકમ આપશે નહીં. તેઓએ જણાવ્યું હતું કે, જો કેન્દ્ર સરકાર આ યોજનાને આગળ વધારી દેવા માટે ઇચ્છુક છે તો પૂર્ણ રકમ કેન્દ્ર સરકારને આપવી પડશે. અત્રે ઉલ્લેખનીય છે […]

Top Stories India Trending
mamata 4 647 012816082535 110716050905 મમતાનો વધુ એક માસ્ટર સ્ટ્રોક, પશ્ચિમ બંગાળમાં બંધ કરી "આયુષ્યમાન ભારત યોજના"

કલકત્તા,

પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જીએ આયુષ્માન ભારત યોજનાથી દૂર થવાનો નિર્ણય કર્યો છે. સાથે સાથે જાહેરાત કરી છે કે, હવે રાજ્ય યોજના માટે ૪૦ ટકા ફંડની રકમ આપશે નહીં.

તેઓએ જણાવ્યું હતું કે, જો કેન્દ્ર સરકાર આ યોજનાને આગળ વધારી દેવા માટે ઇચ્છુક છે તો પૂર્ણ રકમ કેન્દ્ર સરકારને આપવી પડશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ “આયુષ્યમાન ભારત યોજના” ૨૫મી સપ્ટેમ્બર ૨૦૧૮થી સમગ્ર દેશમાં લાગુ કરવામાં આવી હતી.

Mamata Banerjee Narendra Modi મમતાનો વધુ એક માસ્ટર સ્ટ્રોક, પશ્ચિમ બંગાળમાં બંધ કરી "આયુષ્યમાન ભારત યોજના"
national-Another master stroke of mamata banerjee, “ayushman bharat” to be closed in West Bengal

બીજી બાજુ કેન્દ્ર સરકારના અધિકારીઓનુ કહેવુ છે કે, તૃણમુલ કોંગ્રેસ સરકારે આ સંબંધમાં કેન્દ્રને પત્ર લખીને જાણ કરી દીધી છે. રાજ્ય સરકારે કહ્યું છે કે, યોજનાથી બહાર થઇ ગયા પછી બંગાળ સરકારના નિર્ણયને લઇને જાહેરનામું જાહેર કરવામાં આવનાર છે.

મમતા બેનર્જીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર આરોપ કરતા કહ્યુ છે કે, તેઓ રાજ્યના યોગદાનની અવગણના કરીને આરોગ્ય યોજનાઓ માટે તમામ ક્રેડિટ પોતે લઇ રહ્યા છે. તેઓએ કહ્યું, પોસ્ટ મારફતે બંગાળના લોકોને પત્ર લખીને યોજનાની ક્રેડિટ મોદી પોતે લઇ રહ્યા છે. આ પત્રો પર મોદીના ફોટો લાગેલા છે.

ayushman 1537642922 મમતાનો વધુ એક માસ્ટર સ્ટ્રોક, પશ્ચિમ બંગાળમાં બંધ કરી "આયુષ્યમાન ભારત યોજના"
national-Another master stroke of mamata banerjee, “ayushman bharat” to be closed in West Bengal

મમતા બેનર્જીએ જણાવ્યું, જો ક્રેડિટ તેઓ લઇ રહ્યા છે તો તેમના પૈસા પણ વડાપ્રધાન આપે તે જરૂરી છે. અમારી પાસે આયુષ્માન કરતા પણ સારી યોજના રહેલી છે. જેનુ નામ આરોગ્યશ્રી રાખવામાં આવ્યુ છે”.

તેઓએ વધુમાં ઉમેર્યું, “બંગાળમાં કોઇને પણ સારવાર માટે પૈસા ચુકવવા પડતા નથી. મમતા બેનર્જીના આ નિર્ણયના કારણે તેમની ચારેબાજુ ટીકા થાય તેવી શક્યતા છે, કારણ કે આયુષ્માન ભારત યોજના હેઠળ મોટી સંખ્યામાં લોકો લાભ ઉઠાવી રહ્યા છે”.