Not Set/ ગોંડલ સંપ્રદાયના સાધ્વી રત્ના પૂ.શ્ર્વેતાબાઈ મ.સ.મુંબઈ મુકામે સમાધિપૂવૅક કાળધમૅ પામ્યા

ગોંડલ સંપ્રદાયના સૌરાષ્ટ્ર કેસરી ગુરુ પ્રાણ પરિવારના બાપજી પૂજ્ય શ્રી લલિતાબાઈ મહાસતીજીના સુશિષ્યા ડૉ. પૂજ્ય શ્રી તરુલતાબાઈ મહાસતીજીના સુશિષ્યા પૂજ્ય શ્રી શ્વેતાબાઈ મહાસતીજી તારીખ 20/5/2021

Top Stories Gujarat

ગોંડલ સંપ્રદાયના સૌરાષ્ટ્ર કેસરી ગુરુ પ્રાણ પરિવારના બાપજી પૂજ્ય શ્રી લલિતાબાઈ મહાસતીજીના સુશિષ્યા ડૉ. પૂજ્ય શ્રી તરુલતાબાઈ મહાસતીજીના સુશિષ્યા પૂજ્ય શ્રી શ્વેતાબાઈ મહાસતીજી તારીખ 20/5/2021ના સાંજે લગભગ 5.30કલાકે સમાધિ પૂર્વક નમસ્કાર મહા મંત્ર નું સ્મરણ કરતાં કાળધર્મ પામ્યા છે .તેઓની ઉંમર મનુષ્ય જીવનના 63 વર્ષ હતી. તેમજ તેઓ 40 વર્ષથી સંયમ પર્યાય હતા.

રત્નકુક્ષિણી માતુશ્રી પ્રભાબેન અને ધમૅ પરાયણ પિતા શ્રી વ્રજલાલ ભીમાણીના પરિવારે તા .12/12/1959 ના તેમનો જન્મ વિસાવદર ગામમાં થયો હતો.14.02.1981 – ચેન્નાઇ માં ખંભાત સંપ્રદાયનાં આચાર્ય પૂજ્ય શ્રી કાન્તિરૂષીજી મહારાજ સાહેબના શ્રી મુખે દીક્ષા મંત્ર સ્વીકારી જીવન ધન્ય બનાવ્યું હતું .
તેઓના બેન પૂજ્ય શ્રી શ્રીદત્તાબાઈ મહાસતીજી મ.એ પણ દીક્ષા જીવન નો સ્વીકાર કર્યો છે જે ઘાટકોપર પૂજ્ય જશુ બાઈ મહાસતિજી ના સાનિધ્યે બિરાજમાન છે.ગોંડલ સંપ્રદાયના સાધ્વી રત્ના પૂ.શ્ર્વેતાબાઈ મ.સ.મુંબઈ ખાતે સમાધિ ભાવે તા. 20/5/2021 ના સાંજે કાળધમૅ પામતાં ગોં. સં.તેમજ જિન શાસનને બહુ મોટી ખોટ પડી છે.