deesa/ સ્પા સેન્ટરમાં સગીરાની છેડતી કરાતા ચકચાર, મામલો પહોંચ્યો પોલીસ મથકે…

ડીસા શહેરના જલારામ મંદિર સામે આવેલ સ્ટુડિયો-11 સલુન એન્ડ સ્પા માં હેર સ્પા કરાવવા ગયેલી સગીરા સાથે છેડતી કરાતાં ચકચાર મચી જવા પામી છે. સગીરાએ પોલીસ મથકે ફરીયાદ નોધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી.

Gujarat Others
banaskantha spa

@ભરત સુંદેશા, મંતવ્ય ન્યૂઝ-બનાસકાંઠા

  • સગીરાએ ફરીયાદ નોધાવતા ઉત્તર પોલીસે આરોપી ને ઝડપી પાડયો
  • સ્ટુડીયો-11 સલુન એન્ડ સ્પા સેન્ટરની અંદર કર્મચારીએ જ સગીરાની છેડતી કરી
  • ડીસાના સ્ટુડિયો-11 માં હેર સ્પા કરાવવા ગયેલી સગીરા સાથે છેડતી કરાઇ
  • સગીરાએ ડીસા શહેર ઉત્તર પોલીસ મથકે ફરીયાદ નોંધાવી
  • પોલીસે છેડતી તેમજ પોસ્કો મુજબ ગુનો નોધી આરોપીની અટકાયત કરી તપાસ હાથ ધરી

ડીસા શહેરના જલારામ મંદિર સામે આવેલ સ્ટુડિયો-11 સલુન એન્ડ સ્પા માં હેર સ્પા કરાવવા ગયેલી સગીરા સાથે છેડતી કરાતાં ચકચાર મચી જવા પામી છે. સગીરાએ પોલીસ મથકે ફરીયાદ નોધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી.

ડીસા શહેરના જલારામ મંદિર સામે આવેલ રેજીમેન્ટ રોડ ઉપર આવેલા ગોલ્ડ માઇલ્ડ સ્ટોન શોપિંગ સેન્ટરના બીજા માળ ઉપર “સ્ટુડિયો-11 સલુન એન્ડ સ્પા” આવેલું છે. જેમાં ગુરૂવારે બપોરે સાડા ત્રણેક વાગ્યાના સુમારે એક સગીરા તેની બહેનપણીઓ સાથે હેર સ્પા કરાવવા માટે ગઇ હતી. જે દરમ્યાન સ્ટુડિયો-11 માં કામ કરતાં સુશીલ હંસરાજ યાદવે “બેક મસાજ” કરવાનું કહીને અંદરના રૂમમાં લઈ ગયા બાદ સ્ટોપર બંધ કરી હતી. આથી સગીરાએ સ્ટોપર કેમ બંધ કરો છો તેમ કહેતાં સુશીલ યાદવે અહીનો રૂલ્સ છે તેમ કહી સગીરા ના જમણાં હાથનું બાવડુ પકડીને ગળાના ભાગે કીશ કરી હતી. જો કે, પોલીસને ફોન કરવાનું કહેતાં સુશીલ યાદવે સ્ટોપર ખોલતા સગીરા બહાર દોડી સ્પાના અન્ય લોકો સાથે આપવીતી જણાવી હતી.

આ અંગે સગીરાએ ડીસા શહેર ઉત્તર પોલીસ મથકે ફરીયાદ નોધાવતા પોલીસે સુશીલ હંસરાજ યાદવ (હાલ રહે, વંદના બંગ્લોઝ, ત્રણ હનુમાન મંદિર રોડ, ડીસા અને મુળ રહે, હાલુહેડા, તા.જી. મેરઠ, ઉત્તર પ્રદેશ) સામે આઇપીસી કલમ 354(A) અને પોસ્કો કલમ 8 મુજબ ગુનો નોધી વધુ તપાસ પીઆઇ જે.વાય.ચૌહાણ ચલાવી રહ્યાં છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો  “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.