જાહેરાત/ સૈારવ ગાંગુલીએ કરી આ મોટી જાહેરાત,જાણો નવી ભૂમિકા વિશે

ગાંગુલીના આ ટ્વિટ પછી અટકળો લગાવવામાં આવી રહી છે કે શું તે કોઈ રાજકીય પક્ષમાં જોડાશે? શું તેઓ ભાજપમાં જોડાશે?

Top Stories India
11 સૈારવ ગાંગુલીએ કરી આ મોટી જાહેરાત,જાણો નવી ભૂમિકા વિશે

ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીએ બુધવારે ટ્વીટ કરીને સનસનાટી મચાવી દીધી હતી. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ના પ્રમુખ ગાંગુલીએ ચાહકોને કહ્યું કે તેણે કંઈક નવું કરવાની યોજના બનાવી છે. ગાંગુલીના આ ટ્વિટ પછી અટકળો લગાવવામાં આવી રહી છે કે શું તે કોઈ રાજકીય પક્ષમાં જોડાશે? શું તેઓ ભાજપમાં જોડાશે?

 

 

 

ગાંગુલીએ પોતે આ અટકળો પર પૂર્ણવિરામ મૂકતા કહ્યું કે મેં બીસીસીઆઈના પદ પરથી રાજીનામું આપ્યું નથી અને ન તો બીજું કંઈ છે. હું વિશ્વભરમાં એક નવી શિક્ષણ એપ્લિકેશન લૉન્ચ કરી રહ્યો છું. આ સિવાય બીજું કંઈ નથી. ગાંગુલીએ બુધવારે જ ટ્વીટ કરીને સનસનાટી મચાવી દીધી હતી. તેમણે પોસ્ટમાં લખ્યું, ‘હું કંઈક શરૂ કરવાની યોજના બનાવી રહ્યો છું જે મને લાગે છે કે કદાચ ઘણા લોકોને મદદ કરશે. હું આશા રાખું છું કે તમે મારા જીવનના આ પ્રકરણમાં પ્રવેશતા જ મને સમર્થન આપતા રહેશો.’ સૌરવના આ ટ્વિટ બાદ સોશિયલ મીડિયા પર તેમના રાજીનામાની ચર્ચા શરૂ થઈ ગઈ હતી.

ગાંગુલીના ટ્વીટ બાદ સમાચાર આવ્યા કે ગાંગુલીએ BCCI અધ્યક્ષ પદ પરથી રાજીનામું આપી દીધું છે. જોકે, બીસીસીઆઈના સેક્રેટરી જય શાહે પહેલા જ આવા અહેવાલોને અફવા ગણાવી હતી. તેમણે કહ્યું હતું કે ગાંગુલીએ અધ્યક્ષ પદ પરથી રાજીનામું આપ્યું નથી.આ પછી ગાંગુલીએ પણ આગળ આવીને અટકળોને ફગાવી દીધી છે. તમને જણાવી દઈએ કે ગાંગુલીએ ઓક્ટોબર 2019માં બીસીસીઆઈ પ્રમુખનું પદ સંભાળ્યું હતું. ગાંગુલી ભારતીય ક્રિકેટ બોર્ડના 39માં પ્રમુખ છે. તેમનો કાર્યકાળ આ વર્ષે સપ્ટેમ્બર સુધીનો છે