Not Set/ સલમાન ખાન સામે કોર્ટે FIR નોંધવા આપ્યો આદેશ,જાણો કારણ

મુઝફ્ફરપુર ચિંકારાનો શિકાર અને ફુટપાથ પર સુતેલાં લોકોને અકસ્માતમાં મારવાના કેસમાં કોર્ટ-કચેરીનો સામનો કરી ચુકેલો બોલીવુડ અભિનેતા સલમાન ખાને ફરી એકવાર કોર્ટના ધક્કા ખાવા પડે તેવો સીન થયો છે. યુપીના મુઝફ્ફરપુરના ચીફ જ્યુડિશયલ મેજીસ્ટ્રેટે સલમાન ખાન સામે FIR નોંધવાનો આદેશ આપ્યો છે. સલમાન ખાન પર હિંદૂઓની ભાવનાને ઠેસ પહોંચાડવાનો આરોપ લગાવવામાં આવ્યો છે.સલમાને પ્રોડ્યુસ કરેલી લવરાત્રિ ફિલ્મના […]

Uncategorized
sssss સલમાન ખાન સામે કોર્ટે FIR નોંધવા આપ્યો આદેશ,જાણો કારણ

મુઝફ્ફરપુર

ચિંકારાનો શિકાર અને ફુટપાથ પર સુતેલાં લોકોને અકસ્માતમાં મારવાના કેસમાં કોર્ટ-કચેરીનો સામનો કરી ચુકેલો બોલીવુડ અભિનેતા સલમાન ખાને ફરી એકવાર કોર્ટના ધક્કા ખાવા પડે તેવો સીન થયો છે.

યુપીના મુઝફ્ફરપુરના ચીફ જ્યુડિશયલ મેજીસ્ટ્રેટે સલમાન ખાન સામે FIR નોંધવાનો આદેશ આપ્યો છે. સલમાન ખાન પર હિંદૂઓની ભાવનાને ઠેસ પહોંચાડવાનો આરોપ લગાવવામાં આવ્યો છે.સલમાને પ્રોડ્યુસ કરેલી લવરાત્રિ ફિલ્મના કારણે તેની પર આ આરોપ લાગ્યો છે.

મુઝફ્ફરપુરના વકીલ સુધીર ઓઝાએ સલમાન ખાનનાં બેનર હેઠળ રીલીઝ થનારી ફિલ્મ લવરાત્રિને લઇને કૉર્ટમાં પિટિશન દાખલ કરી હતી. આ પિટિશનમાં તેમણે આરોપ લગાવ્યો હતો કે સલમાન ખાનનાં પ્રોડક્શન હેઠળ બની રહેલી ફિલ્મનું નામ હિંદૂઓની ભાવનાને ઠેસ પહોંચાડે છે.

કોર્ટ સમક્ષ ફરિયાદ કરતાં સુધીર ઓઝાએ લખ્યું કે આ પ્રકારની ફિલ્મ બનાવીને તેમણે હિંદૂ સમાજને નીચો બતાવવાનો પ્રયત્ન કર્યો છે. એ પણ ત્યારે જ્યારે હિંદૂઓનો તહેવાર નવરાત્રિ શરૂ થવાનો છે. પિટિશનમાં ફિલ્મમાં અશ્લીલતા ફેલાવવા અને ભાવનાઓને છેસ પહોંચાડવાનું કહેવામાં આવ્યું છે. હવે આ મામલે સુનાવણી કરતા મુઝફ્ફરપુર કૉર્ટે સલમાન ખાન સામે FIR નોંધવાનો આદેશ આપ્યો છે.