Not Set/ જનરલ બિપિન રાવતના નિધન પર સલમાન ખાને ટ્વિટ કરીને શોક વ્યક્ત કર્યો…

બિપિન રાવતનું હેલિકોપ્ટર અકસ્માતમાં મૃત્યુ થયું છે. તેમની પત્ની સાથે જનરલ રાવત ભારતીય વાયુસેના (IAF)ના 14 જવાનો સાથે હેલિકોપ્ટરમાં હતા

Top Stories Entertainment
salman જનરલ બિપિન રાવતના નિધન પર સલમાન ખાને ટ્વિટ કરીને શોક વ્યક્ત કર્યો...

CDS જનરલ બિપિન રાવતનું હેલિકોપ્ટર અકસ્માતમાં મૃત્યુ થયું છે. તેમની પત્ની સાથે જનરલ રાવત ભારતીય વાયુસેના (IAF)ના 14 જવાનો સાથે હેલિકોપ્ટરમાં હતા. તમિલનાડુના નીલગીરી જિલ્લામાં આજે બપોરે હેલિકોપ્ટર ક્રેશ થયું હતું. Mi-સિરીઝનું હેલિકોપ્ટર સુલુર આર્મી બેઝ પરથી ઉડાન ભર્યાની થોડી જ વારમાં નીલગીરીમાં ક્રેશ થયું હતું. આ અકસ્માતમાં 13 લોકોના મોત થયા છે, જ્યારે 1 ગંભીર રીતે દાઝી જવાથી સારવાર હેઠળ છે. થોડા સમય પહેલા આ દુખદ ઘટના પર સલમાન ખાને એક ટ્વીટ પણ કર્યું હતું.

જનરલ બિપિન રાવતના નિધન પર સલમાન ખાને પોતાના ટ્વીટમાં લખ્યું, “આ દુ:ખદ અકસ્માત વિશે સાંભળીને ખૂબ જ દુઃખ થયું જેમાં અમે જનરલ બિપિન રાવત, તેમની પત્ની અને અન્ય સશસ્ત્ર દળોના જવાનોને ગુમાવ્યા. મારી સંવેદના, મારી પ્રાર્થના તેમના પરિવાર સાથે છે.

આ સિવાય વિવેક ઓબેરોય, કબીર બેદી અને સોફી ચૌધરી જેવા બોલિવૂડ સેલેબ્સે પણ જનરલ બિપિન રાવતને શ્રદ્ધાંજલિ આપતા ટ્વિટ કર્યું છે. વિવેક ઓબેરોયે પોતાના ટ્વીટમાં લખ્યું, “જનરલ બિપિન રાવત અને તેમની પત્ની મધુલિકા રાવતના નિધન વિશે જાણીને ખૂબ જ દુઃખ થયું. સાહેબ, માતૃભૂમિની 4 દાયકાની નિઃસ્વાર્થ સેવા માટે અમે તમને સલામ કરીએ છીએ. ભારતના શ્રેષ્ઠ સૈનિકોમાંના એકની ખોટના શોકમાં હું રાષ્ટ્રની સાથે છું. #RIP #ઓમશાંતિ”.