Not Set/ સલમાન – સંજય અને રિયા બાદ હવે લડી રહ્યા છે આર્યનનો કેસ, જાણો કોણ છે સતીશ માનશિંદે

સતીશ માનશિંદે એ જ વકીલ છે જેમણે રિયા ચક્રવર્તી, સલમાન ખાન અને સંજય દત્તનો કેસ લડ્યો હતો. તેમને બોલિવૂડ માટે સૌથી અસરકારક વકીલ માનવામાં આવે છે.

Entertainment
સતીશ માનશિંદે

મુંબઈ ક્રૂઝ ડ્રગ્સ કેસમાં નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB) દ્વારા આર્યન ખાનની ધરપકડ બાદ પિતા શાહરૂખ ખાને આ કેસનો બચાવ કરવા માટે જાણીતા વકીલ સતીશ માનશિંદેની નિમણૂક કરી છે. સતીશ માનશિંદે એ જ વકીલ છે જેમણે રિયા ચક્રવર્તી, સલમાન ખાન અને સંજય દત્તનો કેસ લડ્યો હતો. તેમને બોલિવૂડ માટે સૌથી અસરકારક વકીલ માનવામાં આવે છે.

આ પણ વાંચો :NCB ની પૂછપરછ બાદ Aryan Khan નો એક જ દિવસમાં બદલાયો લુક, જુઓ ફોટો

જાણો  કોણ છે પ્રખ્યાત વકીલ સતીશ માનશિંદે

પ્રખ્યાત વકીલ 56 વર્ષીય સતિષ માનશિંદે હાઇ-પ્રોફાઇલ કેસ માટે નવા નથી. માનશિંદે અગાઉ બોલીવુડના ટોચના સ્ટાર્સ અને તેમના પરિવારના સભ્યોનો કોર્ટમાં કેસ  લડી ચૂક્યા છે. આપને જણાવી દઈએ કે સતીશ માનશીંદે 1993 ના વિસ્ફોટ કેસમાં સંજય દત્ત માટે જામીન મેળવ્યા ત્યારે પ્રસિદ્ધિમાં આવ્યા હતા અને તે પછી સતીશ માનશિંદે તમામ હાઇ-પ્રોફાઇલ કેસ માટે દેશના ટોચના ક્રિમિનલ વકીલ બન્યા હતા.

a 67 સલમાન - સંજય અને રિયા બાદ હવે લડી રહ્યા છે આર્યનનો કેસ, જાણો કોણ છે સતીશ માનશિંદે

આ પણ વાંચો :આર્યનની ધરપકડ બાદ સલમાન ખાન શાહરૂખ ખાનના ઘરે, જુઓ વીડિયો

એટલું જ નહીં, તેણે 2002 ના દારૂ પીને ડ્રાઇવિંગ કેસમાં સુપરસ્ટાર સલમાન ખાન માટે જામીન પણ મેળવ્યા. બાદમાં કોર્ટે સલમાન ખાનને નિર્દોષ છોડી મૂક્યો હતો. હાલમાં, સતીશ માનશીંદે અભિનેત્રી રિયા ચક્રવર્તી અને તેના ભાઈ શોવિકનો કેસ લડી રહ્યા છે. અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુ બાદ ડ્રગ્સના કેસમાં ગયા વર્ષે NCB દ્વારા બંને ભાઈ -બહેનોની ધરપકડ કરવામાં આવી હતી. જોકે કોર્ટે બંનેને જામીન આપ્યા હતા. સતીશ માનશીંદે પાલઘર લિંચિંગ કેસમાં વિશેષ સરકારી વકીલ પણ છે.

a 69 સલમાન - સંજય અને રિયા બાદ હવે લડી રહ્યા છે આર્યનનો કેસ, જાણો કોણ છે સતીશ માનશિંદે

1983માં મુંબઈ આવ્યા

સતીશ માનશિંદેએ 1983માં પોતાની કરિયર શરૂ કરી હતી. આ વર્ષે તેઓ મુંબઈ આવ્યા હતા. અહીંયા તેમણે સ્વ. રામ જેઠમલાણી સાથે ઇન્ટર્નશિપ શરૂ કરી હતી. સતીશ માનશિંદેએ જુનિયર વકીલ તરીકે કામ કરવાની શરૂઆત કરી હતી. અંદાજે 10 વર્ષ સુધી તેમણે રામ જેઠમલાણીના હાથ નીચે કામ કર્યું હતું. તેમણે સિવિલ તથા ક્રિમિનલ કેસ હેન્ડલ કર્યા હતા. આ દરમિયાન તેમણે મોટાભાગે કલાકારો, રાજકારણીઓ તથા અન્ય સેલેબ્સના જ કેસ લડ્યા હતા.

a 68 સલમાન - સંજય અને રિયા બાદ હવે લડી રહ્યા છે આર્યનનો કેસ, જાણો કોણ છે સતીશ માનશિંદે

આ પણ વાંચો : રેવ પાર્ટી શું છે ? ક્યાં ડ્રગનો ઉપયોગ થાય છે, આવો જાણીએ અત થી ઈતિ 

સૂત્રોના જણાવ્યા પ્રમાણે, સતીશ માનશિંદેએ એક સુનાવણીના 10 લાખ રૂપિયા ફી લેતા હોવાની ચર્ચા છે. જોકે, ગયા વર્ષે સતીશ માનશિંદેએ ઝૂમ ટીવી સાથેની વાતચીતમાં ફી અંગે કહ્યું હતું, ’10 વર્ષ પહેલા પ્રકાશિત થયેલા એક અહેવાલને આધારે અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે મારી ફી 10 લાખ રૂપિયા છે. 10 વર્ષ જૂનો આર્ટિકલ કેમ જોવામાં આવે છે? આ પ્રમાણે તો હાલના સમયે મારી ફી ક્યાંય વધારે હશે.’

વધુમાં તેમણે કહ્યું હતું, ‘હું મારા ક્લાયન્ટ્સ પાસેથી જે પણ ફી લેતો હોઉં, તેનાથી અન્ય કોઈને કોઈ ફરક પડવો જોઈએ નહીં. જો ઈનકમ ટેક્સ મારી ફી જાણવા માંગશે તો હું સારી રીતે તેમને કહીશ. મારી તથા મારા ક્લાયન્ટ વચ્ચેની અંગત વાતોની હું ક્યારેય ચર્ચા કરવા માગતો નથી.’

આ પણ વાંચો :ફિલ્મ ‘ગંગુબાઈ કાઠિયાવાડી’ની નવી રિલીઝ ડેટ જાહેર કરાઈ