Not Set/ બોક્સ ઓફીસ પર સલામાનની ફિલ્મ ‘ભારત’ નો 200 કરોડ ક્લબમાં સમાવેશ

બોક્સ ઓફીસ પર સલમાન ખાનની ફિલ્મ ‘ભારત’ ની ઝડપ ઘટી ગઈ છે, તો પણ 200 કરોડનાં ક્લબમાં તેનો સમાવેશ થઇ ગયો છે. ફિલ્મે આ કારનામો 14માં દિવસે મેળવ્યો હતો. 14 દિવસમાં ફિલ્મે 201.86 કરોડનું કલેકશન કર્યું હતું. જો કે આ સલમાનનાં સ્ટારડમને જોતા ઓછું કલેકશન છે, પરંતુ તો પણ આ નફાની ડીલ સાબિત થઇ છે, […]

Uncategorized
bharat546545 બોક્સ ઓફીસ પર સલામાનની ફિલ્મ ‘ભારત’ નો 200 કરોડ ક્લબમાં સમાવેશ

બોક્સ ઓફીસ પર સલમાન ખાનની ફિલ્મ ‘ભારત’ ની ઝડપ ઘટી ગઈ છે, તો પણ 200 કરોડનાં ક્લબમાં તેનો સમાવેશ થઇ ગયો છે. ફિલ્મે આ કારનામો 14માં દિવસે મેળવ્યો હતો. 14 દિવસમાં ફિલ્મે 201.86 કરોડનું કલેકશન કર્યું હતું. જો કે આ સલમાનનાં સ્ટારડમને જોતા ઓછું કલેકશન છે, પરંતુ તો પણ આ નફાની ડીલ સાબિત થઇ છે, જો કે ઘણી વધારે કમાઈ આ ફિલ્મથી થઇ નથી.

બોલીવુડને આશા હતી કે આ ફિલ્મ 300 કરોડની પાર જશે, પરંતુ આ આશા પર ફિલ્મ ખરી ના ઉતારી શકી. આમ તો સલમાન ખાનની બધી જ ફિલ્મથી 300 કરોડની આશા રાખવામાં આવે તે પણ ઠીક નથી. બિઝનેસની દ્રષ્ટિએ સલમાનખાને વારંવાર ત્રીજી ઈદ પર હતાશ કર્યા છે. તેના પહેલા પણ 2018માં રેસ 3 અને 2017માં ટ્યૂબલાઈટ બોક્સ ઓફીસ પર નબળી રહી હતી, પરંતુ આ દિવસોમાં સલમાન ખાનની ‘ભારત’ ફિલ્મએ ઘણુ સારું પ્રદર્શન કર્યું છે.

જ્યાં સુધી લાઈફ ટાઇમ બિઝનેસનો સવાલ છે તો આ ફિલ્મ 201 કરોડ રૂપિયાની આસપાસ સમેટાઈ જશે. 21 જુનથી શાહિદ કપૂરની ફિલ્મ ‘કબીર સિંહ’ રિલીઝ થવાની છે. આ ફિલ્મનું ટ્રેલર ખૂબ જ પસંદ કરવામાં આવી રહ્યું છે અને તેના બોક્સ ઓફીસ પર સારી ઓપનીંગ લેવાની પૂરી આશા છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.