Not Set/ #કેરળપ્લેનક્રેશ/ બચાવકાર્યમાં લાગેલા તમમાને કરાયા ક્વોરન્ટીન, થશે કોરોના ટેસ્ટ..!

કેરળના કોઝિકોડમાં વિમાન દુર્ઘટના સમયે બચાવેલ તમામ લોકોનો કોરોના ટેસ્ટ કરવામાં આવશે. આરોગ્ય પ્રધાન કે.કે. શૈલજાએ તમામ બચાવકર્તાઓને ક્વોરન્ટીન કરવા કહ્યું છે. જણાવીએ કે, કેરળના સ્થાનિક સંસ્થા મંત્રી એ. સી.મોઈદીને બંને મૃતકોમાં કોરોના ચેપની પુષ્ટિ કરી છે. આવી સ્થિતિમાં, બચાવ કામગીરીમાં સામેલ તમામ લોકોનો ટેસ્ટ કરવામાં આવશે. નાગરિક ઉડ્ડયન મંત્રાલયે આપેલી માહિતી અનુસાર, દુબઇથી બી737 […]

Uncategorized
99a58938c4b79d5c74469223fafa2ce7 #કેરળપ્લેનક્રેશ/ બચાવકાર્યમાં લાગેલા તમમાને કરાયા ક્વોરન્ટીન, થશે કોરોના ટેસ્ટ..!
99a58938c4b79d5c74469223fafa2ce7 #કેરળપ્લેનક્રેશ/ બચાવકાર્યમાં લાગેલા તમમાને કરાયા ક્વોરન્ટીન, થશે કોરોના ટેસ્ટ..!

કેરળના કોઝિકોડમાં વિમાન દુર્ઘટના સમયે બચાવેલ તમામ લોકોનો કોરોના ટેસ્ટ કરવામાં આવશે. આરોગ્ય પ્રધાન કે.કે. શૈલજાએ તમામ બચાવકર્તાઓને ક્વોરન્ટીન કરવા કહ્યું છે. જણાવીએ કે, કેરળના સ્થાનિક સંસ્થા મંત્રી એ. સી.મોઈદીને બંને મૃતકોમાં કોરોના ચેપની પુષ્ટિ કરી છે. આવી સ્થિતિમાં, બચાવ કામગીરીમાં સામેલ તમામ લોકોનો ટેસ્ટ કરવામાં આવશે.

નાગરિક ઉડ્ડયન મંત્રાલયે આપેલી માહિતી અનુસાર, દુબઇથી બી737 દ્વારા સંચાલિત ફ્લાઇટ નંબર આઈએક્સ 1344 શુક્રવારે સાંજે 7.41 વાગ્યે કોઝિકોડના રનવે પર લપસી ગયું હતું. વિમાનમાં 184 મુસાફરો, 10 પાયલોટ અને ક્રૂના 4 સભ્યો હતા, જેમાં 10 નવજાત શિશુઓનો સમાવેશ થાય છે. ભારતીયોને પાછા ઘરે લાવવા વંદે ભારત મિશન હેઠળની ફ્લાઇટ હતી. બચાવનાર મુસાફરી રિયાસે જણાવ્યું હતું કે વિમાન લેન્ડીંગ કરતા પહેલા બે વાર હવામાં એરપોર્ટની પરિક્રમા કરતું હતું. આપને જણાવી દઇએ કે અકસ્માતમાં ઘાયલ 15 થી વધુ મુસાફરોની હાલત ખૂબ જ નાજુક છે.

જણાવી દઈએ કે આ દુર્ઘટનામાં માર્યા ગયેલા 20 લોકોમાં વિમાનનો મુખ્ય પાયલોટ કેપ્ટન દીપક સાઠે અને તેનો સહ પાયલોટ અખિલેશ કુમાર પણ શામેલ છે. સાથે ભારતીય વાયુ સેનામાં પ્રથમ વિંગ કમાન્ડર હતા. એર ઇન્ડિયા એક્સપ્રેસએ મધ્યરાત્રિએ જારી કરેલા એક નિવેદનમાં કહ્યું છે કે, દુર્ભાગ્યે પાઇલટ્સ મરી ગયા છે અને દુ:ખની આ ક્ષણમાં અમે તેમના પરિવારો સાથે સંપર્કમાં છીએ. અહેવાલો અનુસાર, બધાને વિમાનમાંથી બહાર કાઢવામાં આવ્યા છે અને બચાવ કામગીરી હવે પૂર્ણ કરી લેવામાં આવી છે. ઘાયલોની વિવિધ હોસ્પિટલોમાં સારવાર ચાલી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.