Not Set/ દેશમાં કોરોનાથી મોતનો આંક પહોંચ્યો 1 લાખને પાર

  ભારતમાં શુક્રવારે કોવિડ-19 ને કારણે થયેલા મોતની સંખ્યા એક લાખથી વધુ થઈ ગઈ છે જ્યારે દેશમાં ચેપ લાગનારાઓની કુલ સંખ્યા 64 લાખને વટાવી ગઈ છે. વળી, 54,15,197 લોકો સંક્રમણમાંથી ઠીક થયા છે. પીટીઆઈનાં ડેટા મુજબ, ભારતમાં કોવિડ-19 નાં કેસો વધીને 64,64,012 થઈ ગયા છે જ્યારે મૃત્યુની સંખ્યા એક લાખ 768 પર પહોંચી ગઈ છે. […]

Uncategorized
a922e26209b86d23dc968804380c8acb દેશમાં કોરોનાથી મોતનો આંક પહોંચ્યો 1 લાખને પાર
a922e26209b86d23dc968804380c8acb દેશમાં કોરોનાથી મોતનો આંક પહોંચ્યો 1 લાખને પાર 

ભારતમાં શુક્રવારે કોવિડ-19 ને કારણે થયેલા મોતની સંખ્યા એક લાખથી વધુ થઈ ગઈ છે જ્યારે દેશમાં ચેપ લાગનારાઓની કુલ સંખ્યા 64 લાખને વટાવી ગઈ છે. વળી, 54,15,197 લોકો સંક્રમણમાંથી ઠીક થયા છે.

પીટીઆઈનાં ડેટા મુજબ, ભારતમાં કોવિડ-19 નાં કેસો વધીને 64,64,012 થઈ ગયા છે જ્યારે મૃત્યુની સંખ્યા એક લાખ 768 પર પહોંચી ગઈ છે. અત્યાર સુધીમાં 54,15,197 લોકો ઠીક થયા છે. આ ડેટા રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશો દ્વારા પૂરી પાડવામાં આવેલી માહિતીનાં આધારે તૈયાર કરવામાં આવ્યા છે.

જ્હોન હોપકિન્સ યુનિવર્સિટી (જેએચયુ) નાં જણાવ્યા મુજબ, કોરોના વાયરસનાં ચેપથી સાજા થયેલા કેસોમાં ભારત પ્રથમ ક્રમે છે, ત્યારબાદ બ્રાઝિલ અને યુનાઇટેડ સ્ટેટ્સ છે. જેએચયુનાં આંકડા મુજબ, કોવિડ-19 કેસોનાં મામલે ભારત અમેરિકા પછી બીજા ક્રમે સૌથી અસરગ્રસ્ત દેશ છે, જ્યારે મૃત્યુની સંખ્યાનાં સંદર્ભમાં તે યુએસ અને બ્રાઝિલ પછી ત્રીજા સ્થાને છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.