Viral Video/ 90 લાખ રૂપિયાનું ફૂડ… રેસ્ટોરન્ટના માલિકે શેર કર્યો બિલનો વીડિયો…

બીલમાં જોઈ શકાય છે કે ખાવાની કેટલીક વસ્તુ હતી અને સાથે ડ્રીંક હતું..અને આ સાથે જ તેની કિમતો પણ ત્યાં લખેલી જોઈ શકાય છે. બિલમાં જોઈ શકાય છે કે રેસ્ટોરન્ટમાં આવેલા લોકોએ ખાવા માટે ઘણી વાનગીઓનો ઓર્ડર આપ્યો હતો.

Trending Videos
90 લાખ રૂપિયાનું ફૂડ... રેસ્ટોરન્ટના માલિકે શેર કર્યો બિલનો વીડિયો...

સોલ્ટ બેઈના નામથી પ્રખ્યાત ટર્કિશ શેફ નુસરત ગોકસે સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કરીને લોકોને ચોંકાવી દીધા છે. આ ફૂડનું બિલ એટલું આવ્યું છે કે તમે વિચાર્યું પણ નહિ હોય. બીલમાં જોઈ શકાય છે કે આ ફૂડની કિમત 108,500 ડૉલર એટલે કે લગભગ 90,23,028 રૂપિયા છે. આ તેમની દુબઈની એક રેસ્ટોરન્ટનું ખાવાનું બિલ છે, જે ગયા અઠવાડિયે કેટલાક લોકોએ આપ્યું હતું.

તેનો વીડિયો શેર કરતી વખતે કેપ્શનમાં લખ્યું, ‘પૈસા આવે છે, પૈસા જાય છે.’ બિલમાં ઓર્ડર કરાયેલા ખાવાની આઈટમ અને ડ્રીંકનો  ઉલ્લેખ છે. તેની કિંમતો પણ નીચે લખેલી છે.

બિલમાં જોઈ શકાય છે કે રેસ્ટોરન્ટમાં આવેલા લોકોએ ખાવા માટે ઘણી વાનગીઓનો ઓર્ડર આપ્યો હતો. હવે તમે આ વસ્તુઓના રેટ જોયા હશે કે તે કેટલા હાઈ છે. પરંતુ તેનાથી પણ વધુ નવાઈની વાત એ છે કે જમણવારોએ 24,500 ડોલર (આશરે 20 લાખ રૂપિયા) ટિપ તરીકે આપ્યા છે.

ખોરાકની કિંમત અને રસીદમાં કુલ રકમ માત્ર UAE ચલણમાં જ લખેલી છે. આ બિલને જોયા બાદ લોકોએ આ પોસ્ટ પર ગુસ્સાવાળી કોમેન્ટ્સ કરી છે.

બિલની તસવીર પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે. લોકો કહે છે કે આ સૌથી મોંઘી રેસ્ટોરન્ટ છે, જેના વિશે ઓવર ઓવર કરીને બોલાય છે.

 

View this post on Instagram

 

A post shared by Nusr_et#Saltbae (@nusr_et)

કોમેન્ટ સેક્શનમાં યુઝર્સે ફૂડની ઊંચી કિંમતો પર નારાજગી વ્યક્ત કરી છે. તેમનું કહેવું છે કે એક તરફ વિશ્વની મોટી વસ્તી ભૂખથી મરી રહી છે. ઘણા લોકો પૈસાના અભાવે પરેશાન છે. અને અહીં માત્ર 90 લાખ રૂપિયામાં એક ભોજન લેવામાં આવી રહ્યું છે.

તેમજ 20 લાખ રૂપિયા ટીપ તરીકે આપવામાં આવી રહ્યા છે. લોકો તેને પૈસાનો બગાડ ગણાવી રહ્યા છે. સોલ્ટ બેઇ એક ટર્કિશ રસોઇયા અને ઉદ્યોગસાહસિક છે જે મીઠું છંટકાવ કરવાની તેમની અનોખી રીત માટે પ્રખ્યાત બન્યા છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ



આ પણ વાંચો:Viral Video/સ્પાઇડરમેનની ઘર વાપસી ! ભજન પર તબલા વગાડતા સ્પાઈડરમેનનો વીડિયો વાયરલ, લોકો કરી રહ્યા છે ફની કોમેન્ટ

આ પણ વાંચો:Viral Video/ટ્રેનમાં ગુંડાગીરી કરતા TTEનો વીડિયો સોશિયલ મીડિયા પર થયો વાયરલ

આ પણ વાંચો:Viral Video/આ છોકરીને જોઈને તમે જ કહેશો કે આવું કોણ ખાય…જુઓ વીડિયો