Not Set/ સમાજવાદી પાર્ટીનાં સાંસદે વંદે માતરમને બતાવ્યુ ઈસ્લામ વિરુદ્ધ

આજે લોકસભામાં સંભલથી સમાજવાદી પાર્ટીનાં સાંસદ શફીકુર્રહમાન બર્ક દ્વારા શરથ લીધા બાદ એક વિવાદ સર્જાયો હતો. જ્યા શફીકુર્રહમાને સંસદમાં શપથ લીધા બાદ કહ્યુ કે, જ્યા સુધી વંદે માતરમની વાત છે, તે ઈસ્લામની વિરુદ્ધ છે. અમે તેનુ પાલન ન કરી શકીએ. ત્યારબાદ લોકસભામાં હાજર સાંસદોએ વંદે માતરમનાં નારા લગાવવાનું શરૂ કરી દીધુ હતુ. સાંસદ શફીકુર્રહમાન બર્ક […]

India

આજે લોકસભામાં સંભલથી સમાજવાદી પાર્ટીનાં સાંસદ શફીકુર્રહમાન બર્ક દ્વારા શરથ લીધા બાદ એક વિવાદ સર્જાયો હતો. જ્યા શફીકુર્રહમાને સંસદમાં શપથ લીધા બાદ કહ્યુ કે, જ્યા સુધી વંદે માતરમની વાત છે, તે ઈસ્લામની વિરુદ્ધ છે. અમે તેનુ પાલન ન કરી શકીએ. ત્યારબાદ લોકસભામાં હાજર સાંસદોએ વંદે માતરમનાં નારા લગાવવાનું શરૂ કરી દીધુ હતુ.

સાંસદ શફીકુર્રહમાન બર્ક આ પહેલા પણ વંદે માતરમનો વિરોધ નોંધાવી ચુક્યા છે. આપને જણાવી દઇએ કે, આ પહેલા આવેલા ઓવૈસી જ્યારે શપથ લેવા આવ્યા હતા ત્યારે સંસદમાં જય શ્રીરામ, ભારત માતા કી જય અને વંદે માતરમનાં નારા લાગ્યા હતા. ત્યારબાદ શપથ લેવા માટે આવેલા શફીકુર્રહમાન બર્કનાં વંદે માતરમ નિવેદન બાદ સત્તા પક્ષનાં સાંસદોએ જોરદાર વિરોધ કર્યો જેના કારણે શપથ ગ્રહણ કાર્યક્રમ થોડો સમય સુધી રોકવામાં આવ્યો.

ઉત્તર પ્રદેશ નવનિર્વાચિત સદસ્યોની લોકસભામાં શપથ આપવામાં આવી રહી હતી. આ દરમિયાન લોકસભા મહાસચિવે સંભલથી પસંદ કરવામાં આવેલા સપા સાંસદ શફીકુર્રહમાન બર્કને શપથ અપાવી. તેમણે ઉર્દૂમાં શપથ લીધા બાદ કહ્યુ કે, ભારતનું બંધારણ જિંદાબાદ છે પરંતુ જ્યા સુધી વંદે માતરમનો સસવાલ છે, જે ઈસ્લામ વિરુદ્ધ છે, જેના કારણે અમે તેનુ પાલન નથી કરી શકીએ.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.