Not Set/ સાંબરકાંઠાનાં વડાલીમાંથી પાંચ બાળકો મળી આવતા ચકચાર

સાંબરકાંઠાનાં વડાલીથી હેરાન કરી દેતો એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. અહી આવેલા કેસરગંજ ફાટક પાસેથી પાંચ બાળકો મળી આવ્યા છે. મળી રહેલી માહિતી અનુસાર આ બાળકોને તેમની માતાએ તેમના કાકાનાં હવાલે મૂકીને બીજા સાથે લગ્ન કરી દીધા છે. આ માસૂમ બાળકો પર જો માતાને લાગણીઓ બળીને ખાખ થઇ ગઇ તો જેની પાસે મુકીને તે ચાલી […]

Gujarat Others
balako12 સાંબરકાંઠાનાં વડાલીમાંથી પાંચ બાળકો મળી આવતા ચકચાર

સાંબરકાંઠાનાં વડાલીથી હેરાન કરી દેતો એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. અહી આવેલા કેસરગંજ ફાટક પાસેથી પાંચ બાળકો મળી આવ્યા છે. મળી રહેલી માહિતી અનુસાર આ બાળકોને તેમની માતાએ તેમના કાકાનાં હવાલે મૂકીને બીજા સાથે લગ્ન કરી દીધા છે. આ માસૂમ બાળકો પર જો માતાને લાગણીઓ બળીને ખાખ થઇ ગઇ તો જેની પાસે મુકીને તે ચાલી ગઇ તે આ બાળકોનાં કાકા છે. સમજી શકાય છે કે તેના કાકાને આ બાળકો પ્રત્યે કેટલી લાગણી હોઇ શકે. ચોંકાવનારી વાત એ છે કે જે બાળકોને સાચવવા માટે આપવામાં આવ્યા હતા તે કાકાએ જ આ બાળકોને રેલ્વે ફાટક પર મૂકી ચાલતી પકડી હતી.

માસૂમ બાળકોને જોઇ કોઇને પણ તે માતા પર ગુસ્સો આવે તે સ્વાભાવિક છે પણ અહી તો કાકાએ પણ માણસાઇની હદ વટાવતા તે બાળકોને રેલ્વે ફાટક પર એકલા મૂકી ચાલતી પકડી હતી. આ ઘટના પોલીસનાં ધ્યાનમાં આવતા બાળકોને બાળ ગૃહમાં મોકલી દેવામાં આવ્યા છે. જો કે અહી એ પણ સવાલ ઉભો થઇ રહ્યો છે કે જો બાળકને માતા-પિતા રાખી શકતા નથી કે તેમની પાસે રહી શકતા નથી તો તેને આ સંસારમાં કેમ લાવવામાં આવે છે.

ઉલ્લેખનીય છે કે, પીએમ મોદીએ 73માં સ્વતંત્રતા દિવસ પર લાલ કિલ્લાથી એક મહત્વપૂર્ણ વિષયની ગંભીરતાથી સમજવાની વાત કરી હતી. તેમણે પોતાના સંબોધનમાં જનસંખ્યા વિસ્ફોટને કાબૂમાં લેવાની વાતને વેગ આપતા લોકોને સમજાવવાનો પ્રયત્ન કર્યો હતો કે આ કેટલી મોટી સમસ્યા છે. જેને લઇને આવતી પેઢી ઘણી હેરાન થઇ શકે છે.

જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ પર

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.