Technology/ Samsung Galaxy 22 ‘ગાયબ’ સેલ્ફી કેમેરા સાથે થઇ શકે છે લોન્ચ

છેલ્લા કેટલાક વર્ષોથી, ઘણી સ્માર્ટફોન ઉત્પાદક કંપનીઓ અન્ડર-સ્ક્રીન સેલ્ફી કેમેરા ટેકનોલોજી પર કામ કરી રહી છે….

Tech & Auto
zzas1 28 Samsung Galaxy 22 'ગાયબ' સેલ્ફી કેમેરા સાથે થઇ શકે છે લોન્ચ

છેલ્લા કેટલાક વર્ષોથી, ઘણી સ્માર્ટફોન ઉત્પાદક કંપનીઓ અન્ડર-સ્ક્રીન સેલ્ફી કેમેરા ટેકનોલોજી પર કામ કરી રહી છે. આપને જણાવી દઈએ કે, ZTE Axon 20 5G આ નવી કેમેરા ટેકનોલોજીનો પ્રથમ ફોન છે.

The Samsung Galaxy S22's Futuristic Design Will Amaze You! | V Herald

દક્ષિણ કોરિયન કંપની સેમસંગ પણ ટૂંક સમયમાં આવો જ ફોન લાવવાની યોજના બનાવી રહી છે. સેમસંગે પંચ-હોલ કેમેરા સાથે ફૂલ-સ્ક્રીન સ્માર્ટફોન માટે પેટન્ટ ફાઇલ કર્યું છે. ફોનની કેમેરા સિસ્ટમમાં ડ્યુઅલ કેમેરા અને ફ્લેશ હશે. આ ફોનમાં તમને એક વિશેષ સુવિધા દેખાશે જેમાં સેલ્ફી કેમેરા કવર હશે, એટલે કે સેલ્ફી લેવા માટે તમે કેમેરાનો ઉપયોગ નહીં કરો ત્યાં સુધી તમને સેલ્ફી કેમેરો દેખાશે નહીં. રિપોર્ટ અનુસાર, આ નવી ટેકનોલોજી ભવિષ્યમાં સેમસંગનાં ફ્લેગશિપ હેન્ડસેટ્સમાં જોઇ શકાય છે. પરંતુ આ સુવિધા Galaxy S 21 સીરીઝમાં જોવા મળશે નહીં. અહેવાલો અનુસાર, Samsung Galaxy 22 વર્ષ 2022 માં લોન્ચ થઈ શકે છે.

Samsung Galaxy S22 2020: Price, Release date & Full Specifications

આ અનોખો ફીચરને લાવવાનો કંપનીનો ઉદ્દેશ છે કે તતે ફૂલ સ્ક્રીન સ્માર્ટફોન બનાવી શકે. જ્યાં સુધી યૂઝર્સ Samsung Galaxy 22 માં સેલ્ફી કેમેરાનો ઉપયોગ નહી કરે ત્યારે તેને ફોનની સ્ક્રીન પર કેમેરો નહી દેખાય. આ ટ્વીટમાં આ ફીચર કેવી રીતે કાર્ય કરશે જુઓ:

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો