Not Set/ Samsung Galaxy m30s આજે થશે લોન્ચ, જાણો શું છે ખાસિયત

Samsung Galaxy m30s આજે લોન્ચ થવા જઇ રહ્યો છે, જેમાં 6,000 MAH ની બેટરી અને 48 મેગાપિક્સલનો ટ્રિપલ રીઅર કેમેરા સેટઅપ હશે અને તેની કિંમત 15,000-20,000 રૂપિયા હશે. ઉદ્યોગથી જોડાયેલા સુત્રોએ બુધવારે આ માહિતી આપી હતી. સુત્રોએ જણાવ્યું હતું કે, સેમસંગ તહેવારોની સીઝન પહેલા ગેલેક્સી એમ સ્માર્ટફોનનાં વધુ બે પ્રકારો રજૂ કરશે. ગેલેક્સી એમ 10 […]

Tech & Auto
smartphone Samsung Galaxy m30s આજે થશે લોન્ચ, જાણો શું છે ખાસિયત

Samsung Galaxy m30s આજે લોન્ચ થવા જઇ રહ્યો છે, જેમાં 6,000 MAH ની બેટરી અને 48 મેગાપિક્સલનો ટ્રિપલ રીઅર કેમેરા સેટઅપ હશે અને તેની કિંમત 15,000-20,000 રૂપિયા હશે. ઉદ્યોગથી જોડાયેલા સુત્રોએ બુધવારે આ માહિતી આપી હતી. સુત્રોએ જણાવ્યું હતું કે, સેમસંગ તહેવારોની સીઝન પહેલા ગેલેક્સી એમ સ્માર્ટફોનનાં વધુ બે પ્રકારો રજૂ કરશે. ગેલેક્સી એમ 10 એસ જ્યા મોટી સુપર એમોલેડ સ્ક્રીન, વધુ સારા કેમેરા અને બેટરી સ્પેસિફિકેશન સાથે આવશે. વળી, ગેલેક્સી એમ 30 નું નવું વેરિઅન્ટ પણ લોન્ચ કરવામાં આવશે.

Related image

સુત્રોનાં જણાવ્યા મુજબ આટલી મોટી બેટરીવાળા સ્માર્ટફોન ઉદ્યોગમાં પ્રથમ વખત કોઈ ડિવાઇસને સ્પર્ધાત્મક ભાવે લોન્ચ કરવામાં આવી રહી છે. ગેલેક્સી એમ 30 એસ એમેઝોન પર ગેલેક્સી એમ સિરીઝનાં અન્ય ડિવાઇસની જેમ ઉપલબ્ધ હશે.

Image result for Samsung Galaxy m30s

સેમસંગે ભારતમાં 2 મિલિયન ગેલેક્સી એમ સ્માર્ટફોન વેચ્યા છે. ગેલેક્સી એમ 30 એસમાં એક નવો એક્સિનોસ પ્રોસેસર હશે, જે ગેલેક્સી એમ શ્રેણીમાં પહેલીવાર લોન્ચ કરવામાં આવી રહ્યો છે. સુત્રોનું કહેવુ છે કે, આ સ્માર્ટફોન સ્પર્ધામાં અન્ય મોટી કંપનીઓને પાછળ છોડી શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.