In Rajasthan/ વિધાનસભા ચૂંટણીમાં હાર બાદ સાસંદ બની સંજના જાટવ

જાટવે કહ્યું સાસુએ ખૂબ સાથ આપ્યો

Top Stories India
Beginners guide to 80 વિધાનસભા ચૂંટણીમાં હાર બાદ સાસંદ બની સંજના જાટવ

Rajasthan News : રાજસ્થાનની ભરતપુર લોકસભાથી 25 વર્ષની સંજના જાટવ જીતી જતા તેની ચર્ચા શરૂ થઈ ગઈ છે. કાર્યકર્તાઓ સાથે ખુશી મનાવતી સંજનાના કેટલાય વીડિયો સોશિયલ મિડીયા પર દેખાય છે. એક વીડિયોમાં તે નાચતી નજરે ચડે છે અને બેકગ્રાઉન્ડ઼માં  છોરી તને કરીયો ભરતપુર જામ ગીત વાગી રહ્યું  છે. સંજના કોગ્રેસની સીટ પર જીતનારી સૌથા નાની ઉમરની દલિત સાંસદ છે.

સંજના જાટવે ભરતપુર લોકસભા સીચ પર ભાજપના પરામસ્વરૂપ કાલીને 53,000 થી વધઘુ મતથી હરાવ્યા હતા. જીત બાદ પણ સંજના ખરેલી ગામમાં અસહ્ય ગરમી હોવાછતા પોતાના કાર્યાલયમાં આવનારા ગામવાળાઓ સાથે મુલાકાતમાં વ્યસ્ત રહે છે. કઠમુર વિધાનસભામાં 2023માં માત્ર 409 વોટથી હાર્યા બાદ મળેલી આ જીત તેના માટે ખૂબ મોટી છે.તેણે કહ્યું કે તેણે લોકસબાની ટિકીટ લેવા માટે ઈન્કાર કર્યો હતો. પરંતુ કોંગ્રેસના નેતાઓએ દબાણ કરતા જીત માટે ભરપુર પ્રયાસ કર્યા હતા.

સંજનાનું કહંવુ છે કે તેના વિરોધીઓ પાસે  પૈસાની તાકાત હતી અને અમારી પાસે લોકોની તાકાત હતી. અમારાર અનેક વાહનો પ્રશાસને જપ્ત કરી લીધા હતા.અલવર જીલ્લાના ભુસાવર વિસ્તારમાં એક ગરીબ પરિવારમાં જન્મેલી સંજનાએ 18 વર્ષની ઉંમરે રાજસ્થાન પોલીસમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા 32 વર્ષીય કપ્તાન સિંહ સાથે લગ્ન કર્યા હતા. 2021માં સંજનાએ કઠમુર જીલ્લા પરિષદની ચૂંટણી જીતી હતી. તેનું કહેવું છઠે કે તે તેની સાસુના સમર્થન વગર  ક્યારેય ચૂંટણી ના લડી શકી હોત. હવે સાંસદ બન્યા બાદ હું મારા બાળકોને  દિલ્હી કે અલવર લઈ જવાની યોજના બનાવી રહી છું. જેથી હું તેમની નજીક રહી શકું.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:વિદેશી નાગરિકોએ પણ ચારધામ યાત્રાને લઈ કરાવ્યું રજીસ્ટ્રેશન

આ પણ વાંચો:લિફ્ટમાં મહિલા ડૉક્ટર એકલી મળતા, ડિલિવરી બોયએ કર્યું અશ્લીલ કૃત્ય

આ પણ વાંચો:બોર્ડની પરીક્ષા દરમિયાન મફતમાં ઉપલબ્ધ હશે સેનેટરી પેડ, મળશે બ્રેક લેવાની પરવાનગી

આ પણ વાંચો:G-7 સમિટમાં ભાગ લેવા ઈટલી જવા રવાના થયા PM મોદી