ગુજરાત/ દેશ નહીં પણ દુનિયામાં પ્રખ્યાત છે સંખેડાનાં લાકડાથી બનાવેલું ફર્નિચર

ગૃહ ઉધ્યોગમા સંખેડાના 100 થી વધુ પરિવારો પોતાના વડવાઓથી આ કામ માં જોતરાયેલા છે ચીનના રાષ્ટ્રપતિ જીનપીગ અને પી એમ મોદી પણ સંખેડામા બનાવેલા ઝુલા પર ઝુલતા જોવા મળ્યા હતા.

Gujarat Others
સંખેડાનુ લાકડા થી બનાવેલ ફર્નિચર

@સુલેમાન ખત્રી -છોટાઉદેપુર, મંતવ્ય ન્યૂઝ

છોટાઉદેપુર જિલ્લાનુ એક સંખેડા એક એવું ગામ જ્યાંનું ફર્નિચર દેશ નહીં પણ દુનિયા માં પણ પ્રખ્યાત છે કોરોનાના ગ્રહણ બાદ ફરી એક વાર ધમધમતો થયો છે, અહીના ગૃહ ઉધ્યોગમા સંખેડાના 100 થી વધુ પરિવારો પોતાના વડવાઓથી આ કામ માં જોતરાયેલા છે ચીનના રાષ્ટ્રપતિ જિનપીગ અને PM મોદી પણ સંખેડામા બનાવેલા ઝુલા પર ઝુલતા જોવા મળ્યા હતા.

સંખેડાનુ લાકડા થી બનાવેલ ફર્નિચર

આ પણ વાંચો – ભાવ વધારો / પેટ્રોલ-ડીઝલ બાદ હવે તહેવારોની સીઝનમાં ફૂલોનાં ભાવમાં થયો તોતીંગ વધારો

છોટાઉદેપુર જિલ્લાનુ ઓરસંગ નદી કિનારે વસેલું સંખેડા ગામ આ ગામની વાત કરીએ તો અહી દેશ વિદેશ માં પ્રખ્યાત એવું ફર્નિચર તેમજ ઘર વપરાશ ની વસ્તુઓ બનાવવામાં આવે છે અહીના મિસ્ત્રી .ખરાડી, અને સુથાર ના 100 થી વધુ પરિવારો વડવાઓ ના સમય થી લાકડાનુ ફર્નિચર બનાવે આવે છે જે વિસ્વ મા વખણાય છે. લગ્ન હોય કે નાના છોકરાઓ માટે ઘોડિયું કે પછી કોઈ સામાજિક પ્રસંગ માટે ઝુલા ,સોફા .કે નવરાત્રિ માટે ના ડાંડિયા સહિત અનેક પ્રકારનુ હાથ થી બનાવેલું ફર્નિચર લોકોમા ખૂબ પસંદ કરવામાં આવી રહ્યું છે. અહી ખાસ સાગ લાકડું કલરો વાપરી પરંપરાગત ફર્નિચર તૈયાર કરવામાં આવે છે અહી પલંગ ,સેટી, હીચકા નવરાત્રિ માટે ડાંડિયા ,સોફા ખુરસી, બેંગલ સ્ટેન્ડ ,રમકડા , પાટલી વેલણ , ભગવાન ને ઝૂલવવા માટે ના પારણા, સહિત ખાસ લાકડા અને અને ખાસ પ્રકાર ના કળા થી કરેલા રંગો નો ઉપયોગ અને તેની પર પોલીસ કરી ફર્નિચર ને તૈયાર કરવામાં આવે છે જે ભારત માં જ નહીં પરંતુ વિશ્વમા તેની માંગ વધી રહી છે. રાજયમાં અને દેશ માં થતા એક્ઝિબિશન માં પણ સંખેડાનુ હાથથી બનાવેલ ફર્નિચર તેનું આગવું સ્થાન ધરાવતુ જોવા મળે છે.

સંખેડાનુ લાકડા થી બનાવેલ ફર્નિચર

આ પણ વાંચો – ભાવ વધારો / પેટ્રોલ-ડીઝલનાં ભાવમાં આજે ફરી થયો વધારો, મુંબઈમાં 113 રૂપિયે પહોંચ્યુ પેટ્રોલ

ચીનના રાષ્ટ્રપતિ જીનપીગ જયારે ભારત મા આવ્યા હતા ત્યારે પી.એમ મોદી સાથે સંખેડા ના કારીગરો ની કળા થી બનાલેવા ઝુલા પર બેસવાનો આનંદ લીધો હતો. તો ફેમસ સીરીયલ તારક મહેતા કા ઊલટા ચશ્માં ના જેઠાલાલ અને દયા પણ સંખેડા મા બનાવેલા ઝુલા પર ઝુલતા જોવા મળે છે. સંખેડા મા જે લાકડા પર ફર્નીચર બનાવવામાં આવે છે સાગ ના લાકડા પર કોતર કામ કરી તેની પર સ્પેશીયલ અને ખાસ પ્રકારના કલરો થી ડીઝાઇન કરી પોલીસ કરવામા આવતા તેની સુંદરતા મા ચાર ચાંદ લગાવી દે છે જે વર્ષો સુધી ટકાઉ અને મજબુત હોય લોકોમા આકર્ષણ પેદા કરતા તેની પસંદગી ઉતરતી જોવા મળી રહી છે. અહીના પરિવારો જાત મહેનત થી અને હાથ બનાવટ થી ફર્નિચર તેમજ ઘર વપરાસ ના સાધનો બનાવી અને વેચવાનુ કામ પણ પોતે જ કરી રહ્યા છે.

સંખેડાનુ લાકડા થી બનાવેલ ફર્નિચર

તેઓના બાળકો ગ્રેજ્યુએશન કે સારો અભ્યાસ કર્યા બાદ પણ પોતાના બાપ દાદા ના સમય થી ચાલતા આ કામમા જોડાવાનું પસંદ કરી રહ્યા છે જેના કારણે દેશ ખૂણા તેમજ કેટલાય દેશોમાં સંખેડામાં બનેલા ફર્નિચર ને પહોચાડવામાં સફળતા મળી છે. કોરોના મહામારીના કારણે કરવામાં આવેલા લોકડાઉન અને ત્યાર બાદ વેપાર ધંધા ઠપ્પ થઈ જતા તેઓ ખૂબ મુશ્કેલીમાં મુકાયા હતા અને હવે જ્યારે પરિસ્થિતી સામાન્ય બની રહી છે. દિવાળી સમય ગાળો તેમજ લગ્ન પ્રસંગો પણ આવી રહ્યા છે ત્યારે તેઓને ફરી એક આશા બંધાઈ છે અને ધંધામાં પણ થોડી રોનક જોવા મળતા આ પરિવારો ફરી એક વાર દેશ વિદેશ માં હાથ બનાવટ થી તૈયાર કરેલા ફર્નિચર તેમજ ઘર વપરાસ ની બનાવેલી વસ્તુઓ ને લોકો સુધી પહોંચાડી પોતાના વહેપાર ધંધા માં રોનક લાવવાની કોસીસ કરી રહ્યા છે.