Not Set/ #શારદા_કૌભાંડ : રાજીવ કુમારની હત્યાની બંગાળ કોંગ્રેસે વ્યક્ત કરી આશંકા

પશ્ચિમ બંગાળ કોંગ્રેસનાં અધ્યક્ષ સોમેન મિત્રાએ શનિવારે આશંકા વ્યક્ત કરી હતી કે કોલકાતાનાં ભૂતપૂર્વ પોલીસ કમિશનરની હત્યા થઈ શકે છે. જેથી તેઓ શારદા ચિટ ફંડ કૌભાંડમાં સામેલ પ્રભાવશાળી લોકો વિશે ઘટસ્ફોટ કરી શકે નહીં. આપને જણાવી દઇએ કે, અલીપુરની ડિસ્ટ્રિક્ટ અને સેશન્સ કોર્ટે રાજીવ કુમારની આગોતરા જામીન અરજી નામંજૂર કરી છે.  CBI હાલ શોધી રહી […]

Top Stories India
rajiv kumara #શારદા_કૌભાંડ : રાજીવ કુમારની હત્યાની બંગાળ કોંગ્રેસે વ્યક્ત કરી આશંકા
પશ્ચિમ બંગાળ કોંગ્રેસનાં અધ્યક્ષ સોમેન મિત્રાએ શનિવારે આશંકા વ્યક્ત કરી હતી કે કોલકાતાનાં ભૂતપૂર્વ પોલીસ કમિશનરની હત્યા થઈ શકે છે. જેથી તેઓ શારદા ચિટ ફંડ કૌભાંડમાં સામેલ પ્રભાવશાળી લોકો વિશે ઘટસ્ફોટ કરી શકે નહીં. આપને જણાવી દઇએ કે, અલીપુરની ડિસ્ટ્રિક્ટ અને સેશન્સ કોર્ટે રાજીવ કુમારની આગોતરા જામીન અરજી નામંજૂર કરી છે. 

CBI હાલ શોધી રહી છે રાજીવ કુમારને
સીબીઆઈની ટીમો કુમારની શોધખોળ શહેરના અને આસપાસના વિવિધ સ્થળોએ કરી રહી છે, કારણ કે એજન્સી દ્વારા પૂછપરછ માટે વારંવાર સમન્સ આપવા છતાં તે હાજર થયા ન હતો. એડિશનલ ડિરેક્ટર જનરલ ઓફ પોલીસ (સીઆઈડી) રાજીવ કુમાર પર કેટલાક નિર્ણાયક પુરાવાઓને દબાવવાનો આરોપ છે. કરોડપતિ પોંઝી કૌભાંડ કેસમાં સીબીઆઈને અંતિમ ચાર્જશીટ ફાઇલ કરવાની બાકી અને જરૂરી છે. 
અમને ડર છે કે તેની હત્યા થઈ શકે છે.
કોંગ્રેસનાં નેતા મિત્રાએ એક નિવેદનમાં કહ્યું, “તે એકદમ સ્પષ્ટ છે કે જો રાજીવ કુમારની ધરપકડ કરવામાં આવે અને તે બોલે તો ઘણા પ્રભાવશાળી લોકો મુશ્કેલીમાં મુકાઈ જશે.” સીબીઆઈએ ચિટ ફંડ કૌભાંડમાં તૃણમૂલ કોંગ્રેસનાં ઘણા ટોચનાં નેતાઓ અને મંત્રીઓની પૂછપરછ કરી છે અને ઘણાની ધરપકડ કરી છે. આ જ કારણ છે કે તૃણમૂલ સરકાર રાજીવ કુમારનાં રક્ષણ માટે કોઈ કસર છોડતી નથી. આવા સંજોગોમાં રાજીવ કુમારને કાયમ માટે મૌન કરી દેવાનો પ્રયાસ થઈ શકે છે. મિત્રાએ જણાવ્યું કે, અમને ડર છે કે તેની હત્યા થઈ શકે છે.
પૂર્વે શારદા કૌભાંડની કરી હતી તપાસ
તેમણે કહ્યું કે, રાજીવ કુમારે 2013 માં ચિટ ફંડ કૌભાંડની તપાસ માટે તૃણમૂલ સરકાર દ્વારા બનાવવામાં આવેલી એક વિશેષ તપાસ ટીમનું નેતૃત્વ કર્યું હતું. પરંતુ જ્યારે સીબીઆઈએ 2014 માં તપાસનો હવાલો સંભાળ્યો ત્યારે આક્ષેપ કરવામાં આવ્યો હતો કે તેમણે આ કૌભાંડમાં સામેલ કેટલાક પ્રભાવશાળી લોકોની મદદ માટે આ કેસમાં મહત્વપૂર્ણ પુરાવા દબાવ્યા હતા. તૃણમૂલ કોંગ્રેસે આ અંગે કોઈ ટિપ્પણી કરવાનો ઇનકાર કરી દીધો છે.
આપને જણાવી દઇએ કે, #શારદા_કૌભાંડ માં શારદા ગ્રૂપ ઓફ કંપનીઝે રોકાણ પર વધુ વળતર આપવાનું વચન આપીને લાખો લોકોનાં 2500 કરોડ રૂપિયાની ઠગાઈ કરી છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.