Surat News: સુરત(Surat)માં સરદાર વલ્લભભાઈ નેશનલ ઇન્સ્ટિટ્યુટ ફરી વિવાદમાં આવી છે. SVNIT ઇન્સ્ટિટ્યુટમાં રેગિંગનો જાણે રાફડો ફાટ્યો હોય તેમ લાગી રહ્યું છે. રેગિંગની ઘટનાનો વીડિયો વાયરલ થયો હતો, પરંતુ રેગિંગ(Ragging)ની ઘટનાને પરંપરામાં ખપાવી દેવાનો નિર્લજ્જ પ્રયાસ કરાતા વિદ્યાર્થીઓમાં રોષ ફેલાયો છે.
સુરતમાં આવેલ પ્રસિદ્ધ સરદાર વલ્લભભાઈ નેશનલ ઇન્સ્ટિટ્યુટ ફરી વિવાદમાં આવી છે. એસવીએનઆઈટી ઈનસ્ટીટ્યુટમાં થોડા દિવસ એક બર્થ-ડેનો વીડિયો વાયરલ (Video Viral) થયો હતો. જેમાં જોવા મળી રહ્યું છે કે વિદ્યાર્થીઓને શારીરિક અને માનસિક યાતનાઓ આપવામાં આવી રહી છે. કેમ્પસમાં વિદ્યાર્થીને પટ્ટાથી માર મરાતો વીડિયો વાયરલ થતાં ખળભળાટ મચી ગયો છે.
વિદ્યાર્થીઓને માનસિક-શારીરિક યાતના મુદ્દે કડક નિયમો લાગુ કરવામાં આવ્યા છે તેમ છતાં SVNITમાં બર્થ-ડે સેલિબ્રેશનની આડમાં રેગિંગનો ખેલ ખેલાઈ રહ્યો હોવાનું વીડિયોમાં પુરવાર થયું છે. વાયરલ વીડિયો જોતા આ રમત નહીં, પણ રેગિંગ પુરવાર થયું છે. જેમાં કેમ્પસમાં વિદ્યાર્થીને પટ્ટાથી માર મરાતો વીડિયો વાયરલ થયો હતો. ગતરોજ વિદ્યાર્થીને પીલર સાથે જકડીને પટ્ટાથી માર મરાયો હતો, સમગ્ર મામલે SVNIT ઇન્સ્ટિટ્યુટના ડિરેકટર ધૃતરાષ્ટ્ર બન્યા છે તેમ વિદ્યાર્થીઓનું કહેવું છે.
મંતવ્ય ન્યૂઝ આ વીડિયોની પુષ્ટિ કરતું નથી.
