Not Set/ સફળ થવા ઉંમર નહીં ઇરાદો જોઈએ : જુઓ આ દોઢ વર્ષની દીકરીને

સરીગામ બજાર વિસ્તારમાં રહેતા શિક્ષિત પરિવારની દોઢ વર્ષની પુત્રી અક્ષવીએ તેના સુપર ફાસ્ટ મગજણા કારણે ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મેળવ્યું છે. અક્ષવી અંગ્રેજી અલ્ફાબેટ, આંકડા સારી રીતે વાંચી, ઓળખી અને અધવચ્ચેથી બોલી શકે છે. તેમાંથી પૂછાતા પ્રશ્નોના પણ સાચા જવાબ આપી શકે છે.

Top Stories Gujarat Others
સરીગામ

જીવનમાં દરેક વ્યક્તિને સફળતાના શીખરો સર કરવા હોય છે. પરંતુ ક્યારેક સમય અને સંજોગો સામે ઝઝૂમતા લોકો થાકી જાય છે. જયારે કેટલાક વ્યક્તિઓ નાની ઉંમરમાં જ સફળતાના શીખરો સર કરે છે. જો કે હંમેશા નાની ઉંમરમાં સફળ થનાર વ્યક્તિ પાછળ તેનું લક કામ નથી કરતું ક્યારેક તેની મહેનત અને કેળવણી પણ કામ કરતાં હોય છે. આવો જ એક કિસ્સો એટલએ સરીગામ ની દીકરી અક્ષવી. સરીગામ ની અક્ષવી આજે બધાની લાડકી બની ગઈ છે.

સરીગામ બજાર વિસ્તારમાં રહેતા શિક્ષિત પરિવારની દોઢ વર્ષની પુત્રી અક્ષવીએ તેના સુપર ફાસ્ટ મગજણા કારણે ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મેળવ્યું છે. અક્ષવી અંગ્રેજી અલ્ફાબેટ, આંકડા સારી રીતે વાંચી, ઓળખી અને અધવચ્ચેથી બોલી શકે છે. તેમાંથી પૂછાતા પ્રશ્નોના પણ સાચા જવાબ આપી શકે છે. આ માટે તેનું નામ ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં નોંધવામાં આવ્યું છે. સરીગામ અને તેના આસપાસમાં તો અત્યાર સુધી અક્ષવીનાં જ વખાણ થતાં હતા હવે દેશ અને દુનિયામાં પણ અક્ષવીને ઓળખવામાં આવશે. કારણકે ઉમરગામ તાલુકાનાં સરીગામ શાલીગ્રામ સોસાયટીમાં રહેતા અને મૂળ ઉત્તરાખંડના કોમલ રાવત અને આકાંક્ષા રાવતની દોઢ વર્ષની પુત્રી અક્ષવીએ તેની સતર્કતા, હજાર જવાબીપણું અને નોલેજ માટે સૌકોઈ ઓળખે છે. દોઢ વર્ષની અક્ષવી અંગ્રેજી આંકડા અને અલ્ફાબેટ બોલી શકે છે. અલ્ફાબેટનાં વચ્ચેથી પ્રશ્ન પૂછવામાં આવતા તેનો સાચો ઉત્તર આપે છે. આલ્ફાબેટનાં આગળનાં આંકડો કે અક્ષર શું આવે તેની પૂરી માહિતી તેને છે.કારની નંબર પ્લેટ સારી રીતે વાંચી શકે છે. અક્ષવીનાં પિતા કોમલભાઈ રાવતને તેની દીકરી વિશેષ પ્રતિભાશાળી લાગી અને તેને પુત્રીનાં તેજ દિમાગને લઈ ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં ઓન લાઈન એપ્લાય કરી હતી. જે માટે જરૂરી એવિડન્સ સબમિટ કર્યા હતા.જે અંગે ટીમ દ્વારા વેરિફીકેશન પૂર્ણ કરી અક્ષવીને મેડલ, સર્ટિ અને ગીફ્ટ એનાયત કર્યા હતા.

123

આ પણ વાંચો : નરેશ પટેલના વેવાઈના બંગલામાં થઇ હત્યા,જાણો વિગત